યુપી ચૂંટણી અંગે આગામી સપ્તાહે આખરી ર્નિણય લેવામાં આવશે: મુખ્ય ચુંટણી કમિશ્નર

અલ્હાબાદ, ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતાં અલ્હાબાદ હાઇકોર્ટે દેશના ચૂંટણીપંચ સમક્ષ રાજ્યની વિધાનસભાની ચૂંટણીને હાલ પૂરતી મોકૂફ રાખી ચૂંટણી પ્રચાર માટે યોજાતી જંગી જાહેરસભાઓ, સરઘસો અને રેલીઓને અટકાવી દેવાનો ભારપૂર્વક આગ્રહ કરતાં ચૂંટણીપંચ પણ વિમાસણમાં પડી ગયું છે.
અલબત્ત મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની ચૂંટણી અંગે આગામી સપ્તાહે આખરી ર્નિણય લેવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રએ કહ્યું હતું કે આગામી સપ્તાહ દરમ્યાન ચૂંટણીપંચ ઉત્તર પ્રદેશની મુલાકાતે જશે, ત્યાંની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યારબાદ જ આખરી ર્નિણય લેશે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભાની ચૂંટણીઓ પણ આગામી વર્ષે માર્ચે પહેલા યોજાવાની છે, પરંતુ કોરોના વાઇરસના નવો વેરિયન્ટ એમિક્રોન જે ઝડપે સંક્રમણ ફેલાવી રહ્યો છે તેને જાેતાં આ રાજ્યોમાં પણ ચૂંટણીઓ હાલ પૂરતી અટકાવી દેવાની રાજકીય વર્તુળોમાં અને સ્થાનિક સ્તરે માંગ ઉઠી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગે કહ્યું હતું કે ચુંટણી કયારે યોજવી તે બાબતનો નિર્ણય ચુંટણી પંચ દ્વારા લેવામાં આવશે હાલમાં કાંઇ કહેવાય નહીં.HS