Western Times News

Gujarati News

યુપી પ્રદેશના ટ્રાફિક ખાતાએ કાયદા કડક કર્યા: ડ્રાઈવીંગ કરતા મોબાઈલ વાપરશો તો ૧૦ હજારનો દંડ

લખનઉ, ઉત્તર પ્રદેશના વાહન વ્યવહાર ખાતાએ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક જામ રોકવા કાયદા કડક કર્યા હતાં. ૧લી ઓગસ્ટથી ડ્રાઈવીંગ કરતી વખતે મોબાઈલ ફોન વાપરનારે ૧૦ હજાર રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. એ જ રીતે હેલ્મેટ વિના ટુ વ્હીલર પર પકડાનારા વાહનચાલકે એક હજાર રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. એ જ રીતે હેલ્મેટ વિના ટુ વ્હીલર પર પકડાનારા વાહનચાલકે એક હજાર રૂપિયાનો દંડ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. ઉત્તર પ્રદેશના વાહન વ્યવહાર વિભાગે ગુરૂવારે નવા નિયમોની સત્તાવાર જાહેરાત કરી હતી.

૧લી વાર હેલ્મેટ વગર પકડાનારા ટુ વ્હીલર ચાલકે ૧ હજાર રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ૨જી વાર પકડાય તો ૧૦ હજાર ચૂકવવા પડશે. આ નિયમો સખત કરવા અગાઉ યોગી આદિત્યનાથે જૂન માસમાં ટ્રાફિકના નવા નિયમો માટેનો ખરડો પસાર કર્યાે હતો. વાસ્તવમાં કેન્દ્ર સરકારે ગયા વર્ષે ટ્રાફિકના નવા નિયમો જાહેર કર્યા ત્યારે રાજ્યોને પોતાની જરૂરિયાત મુજબ એમાં ફેરફાર કરવાની છૂટ આી હતી. તદનુસાર યોગી આદિત્યનાથની સરકારે પોતાના રાજ્યમાં ટ્રાફિકનાં નિયમો કડક કર્યા હતા.

કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે ટ્રાફિકના નિયમો કડક કરવાનો હેતુ સરકારી તિજાેરી ભરવા માટે નથીં પરંતુ માર્ગ અકસ્માતોને નિયંત્રણમાં લાવવા હેતુ છે. કાયદા નરમ હશે કે દંડની રકમ ઓછી હશે તો કોઈ આ કાયદાનું પાલન નહીં કરે અને માર્ગ અકસ્માતો સતત વધતા રહેશે. રાજ્યોને દંડની રકમ કે સજામાં વધઘટ કરવાની છૂટ છે. મોટાભાગનાં રાજ્યો ગડકરીની આ દલીલ સાથે સંમત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.