યુપી વિધાનસભા ચૂંટણી માટે આપે ૧૦૦ ઉમેદવારોના નામ જાહેર કર્યા

લખનો, ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ થઈ રહી છે. આ વચ્ચે ટિકિટ ફાળવણીને લઈને આમ આદમી પાર્ટીએ બાજી મારી લીધી છે. એક તરફ અન્ય પાર્ટીઓ ટિકિટ ફાળવણીને લઈને મંથન કરી રહી છે તો આમ આદમી પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.
આમ આદમી પાર્ટી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરનાર પ્રથમ રાજકીય પાર્ટી બની ગઈ છે. પરંતુ આ આપના ઉમેદવાર ફાઇનલ નથી. આપ સાંસદ સંજય સિંહે કહ્યુ કે, કેટલાક ઉમેદવારોને બદલવામાં આવી શકે છે, જાે તે પાર્ટીની નીતિઓ અને કાર્યક્રમો અનુરૂપ નથી.
આપે લખનઉ, સીતાપુર, સુલતાનપુર, રામપુર, કાનપુર, પ્રયાગરાજ, હરદોઈ, ગાઝિયાબાદ, આગરા, અલીગઢ, અમેઠી, બહરાઈચ, બારા બાંકી, બલિયા સહિત અન્ય સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. રસપ્રદ વાત છે કે એકમાત્ર લખનઉમાં આપના બે ઉમેદવાર રાજીવ બખ્શી અને નદીમ અશરફ જાયસી પૂર્વ કોંગ્રેસી નેતા છે, જેણે પાછલા વર્ષે પાર્ટી છોડી હતી.HS