યુપી સરકાર લખનૌમાં આંબેડકરની ૨૫ ફુટ ઉચી પ્રતિમા લગાવશે
લખનૌ, ઉત્તરપ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચુંટણીને લઇ તમામ રાજકીય પક્ષો પોતાના મતદારોને સાધવાના પ્રયાસમાં છે આ ક્રમમાં ભાજપ દલિત મતને પોતાના પક્ષનાં કરવા માટે લખનૌમાં આંબેડકર સ્મારક બનાવશે અને તેના પર લગભગ ૪૫ કરોડનો ખર્ચ કરશે અને ડો ભીમરાવ આંબેડકરની ૨૫ ફુટ ઉચી પ્રતિમા લગાવશે
એવું માનવામાં આવી રહ્યું છે કે બસપાના પરિવર્તન સ્થળના જવાબમાં યોગી સરકારે આ નિર્ણય કર્યો છે કહેવાય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯ જુને તેનો શિલાન્યાસ કરી શકે છે. એ યાદ રહે કે બસપાએ લખનૌમાં સામાજિક પરિવર્તન સ્થળ આંબેડકર પાર્કને બનાવ્યું છે
તેવી જ રીતે ભાજપ પણ દલિત મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે પાટનગર લખનૌમાં આંબેડકર કલ્ચરલ સેંટરની સ્થાપના કરવા જઇ રહી છે તેના માટે એશબાગમાં સ્થાનની પસંદગી કરવામાં આવી છે. તેમાં પ્રેક્ષાગૃહમાં પુસ્તકાલય સંગ્રહાલય સહિત અય સુવિધાઓ હશે.