Western Times News

Gujarati News

યુરીયાનો ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર વેચાણ કરવા માટે એકત્રિત કુલ ૧૮૪ બેગનો જથ્થો-આનુષંગિક સાધનો જપ્ત કરાયા

નીમ કોટેડ યુરીયાના ઔદ્યોગિક વપરાશ સામે કડક કાર્યવાહી

ચાણસ્મા GIDC ખાતે સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાનો ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર વેચાણ કરવા માટે એકત્રિત કુલ ૧૮૪ બેગનો જથ્થો-આનુષંગિક સાધનો જપ્ત કરાયા: ૩ સામે FIR દાખલ કરાઇ

પકડાયેલા જથ્થાના નમૂના પૃથ્થકરણ માટે લેબમાં મોકલી અપાયા

રાજ્યમાં ખેતી માટે ઉપયોગમાં લેવાતા સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાના ઔદ્યોગિક વપરાશ માટે વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તાજેતરમાં પાટણ જિલ્લાની ચાણસ્મા જી.આઇ.ડી.સી. ખાતે સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયા, ટેકનીકલ ગ્રેડ યુરીયા ફોર ઈન્ડસ્ટ્રીયલ પરપઝની બેગમાં પેક કરી ગેરકાયદેસર વેચાણ કરતા હોય

તેવી બાતમીના આધારે તા.૦૧ જૂલાઇ-૨૦૨૨ના રોજ પાટણના નાયબ ખેતી નિયામક અને ખેતીવાડી અધિકારીઓની ટીમ દ્વારા રેડ કરી હતી.

આ રેડ દરમિયાન સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાને ટેકનીકલ ગ્રેડ યુરીયા ફોર ઈન્ડસ્ટ્રીયલ વપરાશની બેગમાં સિલાઈ મારી, પેકીંગ કરેલી ૫૦ કિ.ગ્રા. વજનની કુલ ૧૬૮ બેગ તેમજ જુદી-જુદી કંપનીની આશરે ૫૦ કિ.ગ્રા. જથ્થો ધરાવતી ૧૬ બેગ એમ મળીને કુલ ૧૮૪ બેગ તથા પેકીંગ માટે સિલાઈ મશીન તેમજ આનુષંગિક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા (૧) અશોકભાઈ વીરમભાઈ ચૌધરી (૨) કાનજીભાઈ દઝાભાઈ ચૌધરી અને નરેન્દ્રભાઈ રાજુભાઈ સોલંકી સામે તા.૦૧ જૂલાઇ-૨૦૨૨ના રોજ ચાણસ્મા પોલીસ સ્ટેશન માં FIR દાખલ કરવામાં આવી છે.

જ્યારે મળી આવેલા જથ્થામાંથી Suspected Neem Coating Ureaનો નમૂનો લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે તેમ યાદીમાં જણાવાયું છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.