Western Times News

Gujarati News

યુરોપમાં કોરોનાને લીધે માર્ચ સુધીમાં સાત લાખના મોતની આશંકા

જીનિવા, વિશ્વમાં કોરોના રોગચાળાનો પ્રકોપ હજી ચાલુ છે. યુરોપ કોરોના સંક્રમણનું નવું કેન્દ્ર છે. વિશ્વના ૫૩ દેશોમાં આગામી વસંત ઋતુ સુધીમાં કોરોના રોગચાળાને લીધે સાત લાખ લોકોનાં મોતની આશંકા વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના યુરોપ કાર્યાલયે વ્યક્ત કરી છે. જેથી કુલ મળીને મોતનો આંકડો ૨૦ લાખે પહોંચશે.

વિકસિત દેશોની તુલનાએ વિકાસશીલ દેશોએ કોરોના રોગચાળાની રસીની અછતનો સામનો કર્યો છે. સંસ્થાએ યુરોપના લોકોને રસી લેવાનું અને સ્વચ્છતા જાળવવાના નિર્દેશ આપતાં વાઇરસના સંક્રમણને ખાળવા માટે સામાજિક અંતર રાખવા માટે વિનંતી કરી છે.

યુરોપ અને મધ્ય એશિયામાં કોરોના રોગચાળાની સ્થિતિ બહુ ગંભીર છે. આગળ શિયાળો આવી રહ્યો છે અને આપણે આશા રાખવા સિવાય કાંઈ નથી. સરકાર, આરોગ્ય સત્તાવાળા અને વ્યક્તિગત રીતે રોગચાળાને કાબૂમાં રાખવા આપણે તકેદારી રાખવાની છે, એમ ઉૐર્ં યુરોપના રિજનલ ડિરેક્ટર ડો. ક્લુઝે કહ્યું હતું.

યુરોપ અને મધ્ય એસિયામાં કોરોના રોગચાળાને કારણે ગયા સપ્તાહમાં આશરે પ્રતિદિન ૪૨૦૦ લોકોનાં મોત થયાં છે, જે સપ્ટેમ્બરની તુલનાએ બે ગણા હતા. આ ક્ષેત્રમાં મોતનો આંકડો ૧૫ લાખે પહોંચ્યો હતો.

અમારા અંદાજ અનુસાર ૨૫ દેશોમાં હોસ્પિટલોમાં બેડની પણ અછત સર્જાશે. આ ઉપરાંત ૫૩ દેશોમાંથી ૪૯ દેશોમાં માર્ચ, ૨૦૨૨ સુધીમાં આઇસીયુવાળા બેડની પણ અછત સર્જાવાની શક્યતા છે. હાલના વલણ મુજબ આવતા વર્ષે વસંત ઋતુ સુધીમાં કોરોના રોગચાળાને લીધે ૨૨ લાખ મોત થાય એવી ધારણા છે.AR


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.