યુરોપમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને ફાઈઝરનો બૂસ્ટર ડોઝ અપાશે

નવીદિલ્હી, યુરોપિયન યુનિયનના ડ્રગ વોચડોગે ૧૮ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને ફાઈઝર/બાયોન્ટેકની કોવિડ રસીની બૂસ્ટર ડોઝ લગાડવાની કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરી એવા સમયે આપવામાં આવી છે જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે, રસીકરણના બે ડોઝ પછી પણ કોરોનાવાયરસ સામે રક્ષણ ઘટી રહ્યું છે. એમ્સ્ટરડેમ સ્થિત યુરોપિયન મેડિસિન એજન્સી દ્વારા ગંભીર રીતે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે મોર્ડના અને ફાઇઝર રસી બંનેના વધારાના ડોઝને પણ મંજૂરી આપવામાં આવી છે.
ફાઇઝર રસીના બ્રાન્ડ નામનો ઉલ્લેખ કરતા ઈસ્છ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બીજા ડોઝ પછી ઓછામાં ઓછા છ મહિના પછી ૧૮ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે કોમ્યુનિટી બૂસ્ટર ડોઝ ધ્યાનમાં લેવામાં આવી શકે છે.” બૂસ્ટર માટેનો ર્નિણય રાષ્ટ્રીય સ્તરે જાહેર આરોગ્ય સંસ્થાઓ દ્વારા લેવામાં આવશે.
‘તેમાં કહેવામાં આવ્યું છે કે, ઈસ્છના ફાર્માસ્યુટિકલ નિષ્ણાતોએ કોમોર્બિડિટી બૂસ્ટર ડોઝના ડેટાનું મૂલ્યાંકન કર્યું છે. એવું નોંધવામાં આવ્યું હતું કે, બૂસ્ટર ડોઝ લીધા પછી એન્ટિબોડીઝનું સ્તર વધે છે. ઈસ્છએ કહ્યું, ‘બૂસ્ટર ડોઝ લીધા પછી હૃદય સંબંધિત અથવા અન્ય દુર્લભ રોગોની કોઈ આડઅસર નોંધાઈ નથી અને તેનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.HS