Western Times News

Gujarati News

યુરોપે પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ પર ૬ મહિના માટે પ્રતિબંધ મુક્યો

ઇસ્લામાબાદ, ૮૬૦માંથી ૨૬૨ કોમર્શિયલ પાઈલોટના લાઈસન્સ નકલી છે તે વાતનો ખુલાસો કરવો પાકિસ્તાનને ભારે પડી રહ્યો છે. યુરોપિયન યુનિયન એર સેફ્‌ટી એજન્સીએ પાકિસ્તાનની સરકારી એરલાઈન કંપની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સ પીઆઇએ ઉપર ૬ મહિના માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ સમયગાળા દરમિયાન પીઆઇએની એક પણ ફ્‌લાઈટ્‌સ યુરોપના કોઈ પણ દેશમાં આવ-જા કરી શકાશે નહિ. થોડા દિવસો પહેલા પાકિસ્તાનના એવિએશન મીનીસ્ટર ગુલામ સરવર ખાને સંસદમાં ખુલાસો કર્યો હતો કે પીઆઇએના ૪૦ ટકા પાઈલોટ બનાવટી લાઈસન્સથી એરક્રાફ્‌ટ ઓપરેટ કરે છે. થોડા કલાકો બાદ તેમને પ્લેન ઉડાડવા ઉપર રોક લગાવવામાં આવી હતી.

રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં ઇએએસએએ કહ્યું કે, અમે પાકિસ્તાનની સરકારી વિમાન કંપનીની યુરોપમાં કામગીરી પર ૬ મહિનાનો પ્રતિબંધ મુકવાનું નક્કી કર્યું છે. આ ૧ જુલાઈથી લાગુ થશે.પીઆઇએ એ પણ તેની પુષ્ટિ કરી છે. સાથે જ કહ્યું કે તે આ પ્રતિબંધ સામે અપીલ કરી શકે છે. પ્રતિબંધનો અર્થ એ છે કે હવે પાકિસ્તાનની જનતા સરકારની એરલાઇન્સ દ્વારા યુરોપ જવા અથવા ત્યાંથી પાછા ફરવાનું અશક્ય બનશે.

પીઆઇએએ નિવેદનમાં જણાવ્યું હતું કે, જેમણે યુરોપ માટે ફ્‌લાઇટ ટિકિટ બુક કરાવી હતી. તેઓ હવે રદ માનવામાં આવશે. ટિકિટના પૈસા પરત કરવામાં આવશે. અમે ઇએએસએ સાથે વાટાઘાટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે પીઆઇએએ નિવેદનમાં નથી કહ્યું કે આવી સ્થિતિ કઈ રીતે ઉભી થઇ? કુવૈત, ઈરાન, જોર્ડન,યુએઇ અને વિયેતનામ જેવા પાંચ દેશોએ પહેલાથી જ પાકિસ્તાનથી આવતી જતી ફ્‌લાઈટ્‌સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આમાંથી ચાર દેશોએ આનું કારણ કોરોનાનો ખતરો બતાવ્યું છે. જયારે વિયેતનામે પાકિસ્તાનના પાઈલોટને કાઢી નાખતા તેના પર પ્રતિબંધ મૂક્યાનું કહ્યું છે.

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સનું વિમાન ૨૨ મેના રોજ કરાચીમાં ક્રેશ થયું હતું. તેનો તપાસ અહેવાલ ૨૫ જૂને સંસદમાં રજૂ થયો હતો. ઉડ્ડયન મંત્રીએ કહ્યું- આ દુર્ઘટના પાઇલટોની ભૂલને કારણે થઈ છે. તેઓ કોરોનાની ચર્ચામાં વ્યસ્ત હતો.પીઆઇએ પાસે ૮૬૦ પાઇલટ છે. તેમાંથી ૨૬૨ લાઇસન્સ બનાવટી હોવાની શંકા છે. તેમની ફ્‌લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.