યુરોપ પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી ભારત પરત ફર્યા
નવીદિલ્હી, રોમ, વેટિકન સિટી અને ગ્લાસગોની મુલાકાત પૂર્ણ કરીને પીએમ મોદી સ્વદેશ પરત ફર્યા છે. મોદીએ સીઓપી-૨૬માં ઘણી દ્વિપક્ષીય બેઠકો યોજી હતી, જે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે વિશ્વના નેતાઓ અને નિષ્ણાતોની અત્યાર સુધીની સૌથી મોટી કોન્ફરન્સમાંની એક માનવામાં આવે છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત ૨૦૨૩માં પ્રથમ વખત જી૨૦ સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ આઠમી જી-૨૦ સમિટ હતી જેમાં મોદીએ ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદી તેમની મુલાકાત દરમિયાન વેટિકન ખાતે પોપ ફ્રાન્સિસને મળ્યા હતા.
મોદીએ કેથોલિક ચર્ચના વડાને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે.વડા પ્રધાન મોદીએ ૨૦૧૫ માં પેરિસમાં સીઓપી-૨૧ માં હાજરી આપી હતી, જ્યારે પેરિસ કરાર પૂર્ણ થયો હતો, અને આ વર્ષથી તેનો અમલ શરૂ થયો હતો. ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીના આમંત્રણ પર ૩૦-૩૧ ઓક્ટોબર દરમિયાન યોજાયેલી ૧૬મી જી ૨૦ સમિટમાં હાજરી આપી હતી.
ભારતીય સમુદાયના સભ્યો, રંગબેરંગી ભારતીય પોશાકમાં સજ્જ, તેમને વિદાય આપવા માટે એકઠા થયા હતા. ભારત જતા પહેલા મોદીએ ભારતીય સમુદાયના સભ્યો સાથે ડ્રમ વગાડ્યા હતા.HS