યુવકના આપઘાત કેસમાં પોલીસ કમિશ્નર લાલઘૂમઃપોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો
(એજન્સી) અમદાવાદ, શહેરના નાના ચિલોડા વિસ્તારમાં મગેતરના ત્રાસથી યુવકે કરેલા આપઘાત કેસમાં પોલીસની તપાસ કાચબાની ગતિએ ચાલતી હોવાથી પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે લાલ આંખ કરી હતી. અને ઝોન-૪ ના ડીસીપીને ઝડપી તપાસ રીપોર્ટ કરવા માટેેનો આદેશ કર્યો હતો. કમિશ્નરના આદેશ બાદ નરોડા પોલીસે તાત્કાલિક યુવતિ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઝોન-૪ ના ડીસીપીએેે માત્ર આઠ દિવસમાં જ યુવકના આપઘાત કેસમાં ઈન્વેસ્ટીગેશન કરીને રીપોર્ટ આપવાની બાંહેધરી પોલીસ કમિશ્નરને આપી છે. મંગેતરના ત્રાસથી યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેના મોબાઈલને ચેક કરતા યુવતિના મેસેજ મળી આવ્યા હતા. જેમાં તે તેની પાસે રૂપિયાનની માંગણી કરતી હોવાનું સામે આવ્યુહ તુ.
નાના ચિલોડા ખાતે રહેતી સ્વરૂપવાન મંગેતરની જીદ અને લાલચથી કંટાળીને થોડા દિવસ પહેલાં એક યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી. નાના ચિલડા ખાતે આવલા કૈલાસ રોયલ ફલેટના આઈ બ્લોકના ર૦૩ નંબરના ફલેટમાં રહેતા લખન મખીજાની સગાઈ તે જ ફલેટના એચ બ્લોકમાં રહેતી વર્ષા ઉર્ફે વંદના જેસવાન સાથે આઠ મહિના પહેલા થઈ હતી. લખને મંગેતર વંદનાની ડીમાન્ડ અને જીદથી કંટાળી જઈને પોતાના જીવનનો અંત થોડા દિવસ પહેલાં જ લાવતા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
લખન અને વંદના સાંજે પોતપોતાના ડોગને આંટો મરાવવા માટે લઈ જતા હતા. જેમાં બંન્ને જણા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અને એક વર્ષ પહેલાં બંન્ને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો અને આઠ મહિના પહેેલાં બંન્નેની સગાઈ થઈ ગઈ હતી. સગાઈ બાદ લખને વંદનાને મોંઘીદાટ ગીફટ આપવાનું શરૂ કર્યુ હતુ.
વંદના પાછળ ૧પ લાખ રૂપિયા ખચ્ર્યા તો પણ તે વધુ એક કરોડ માંગતી હતી
સ્વરૂપવાન વંદનાના પ્રેમમાં લખન એટલી હદે પાગલ હતો કે તેણે એક જ વર્ષમાં વંદના પાછળ અંદાજીત રૂા.૧પ લાખ ખર્ચી નાંખ્યા હતા. લખનના પરિવારજનોએ કરેલા આક્ષેપ અનુસાર લખને વંદનાને મોંઘીદાટ ઘડીયાળ, મોબાઈલ, ગિફટ આપ્યા હતા.
તેમજ કેટલાંક રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેકશન પણ કર્યા હતા. આ સિવાય વંદનાને વિદેશ જવાનું હોવાથી તે એક કરોડ રૂપિયાની પણ માંગણી કરતી હોવાનું સામે આવ્યુ હતુ. આ સાથે વંદના તેને ફલેટ વેચીને પણ રૂપિયા આપવા માટે મજબુર કરતી હતી. આ સિવાય વંદના અને લખનના લગ્ન પહેલાં ડીસેમ્બર મહિનામાં નક્કી થયા હતા. જાે કે વંદનાના પરિવારજનોએ તેને પાછળ ઠલાવ્યા હતા.
ત્યારબાદ ફેબ્રુઆરીમાં વસંત પંચમીના દિવસેે બંન્ને જણાના લગ્ન નક્કી થયા હતા. જાે કે તે પણ અગમ્ય કારણોસર પાછા ઠેલાવવા પડ્યા હતા. વંદનાને જાેબ માટે કેનેડા જવુ હતુ. પરંતુ તેના માટે પૈસાની જરૂર હતી. જેથી તે લખન પાસેથી પૈસાની વારંવાર માંગણી કરતી હતી.