યુવકના ત્રાસથી પરિવાર રાજસ્થાનથી અમદાવાદ આવ્યો
અમદાવાદ, શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક પોસ્કોની ઘટના સામે આવી અને જેમાં એક વિધર્મી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે, આરોપીના ત્રાસથી ફરિયાદી પોતાના પરિવારને રાજસ્થાનના બિકાનેરથી અમદાવાદ લઈને આવી ગયો હતો.
પરંતુ આરોપી અમદાવાદમાં આવીને અપહરણ કરી ફરાર થઈ ગયો. આ અંગેની પોક્સોની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ગીરફતમાં આવેલા આરોપીએ ફરિયાદીને એટલી હદે હેરાન કરી નાંખ્યો હતો કે, તે લોકોને પોતાના પરિવાર સાથે રાજસ્થાનથી અમદાવાદ આવવું પડ્યું. તે છતાં આરોપીએ ૧૦ દિવસની અંદર ફરિયાદીની ૧૬ વર્ષની દીકરીનું અપહરણ કરીને લઈ ગયો હતો.
જાેકે, અપહરણ કરવા ૨ લોકો આવેલા અને એમાંથી એક કિશોર હોવાનું પણ સામે આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે, આરોપી અને ફરિયાદી રાજસ્થાનના બિકાનેરમાં રેહતા હતા અને ફરિયાદી નાનો વેપાર કરી ગુજરાન ચલાવતો હતો.
ફરિયાદીને આરોપી તરફથી વારંવાર ત્રાસ હતો અને તેની દીકરીને પરેશાન કરવાં આવતો હતો. જેથી તે કંટાળીને અમદાવાદ ૧૦ દિવસ પેહલા આવી ગયો. જે વાતની જાણ આરોપીને થતા આરોપી પોતાના સગીર મિત્ર સાથે અમદાવાદમાં આવીને કિશોરીને ઉઠાવીને લઈ ગયો હતો. આ મામલે ફરિયાદ દાખલ થતા પોલીસે રાજસ્થાનથી આરોપીને પકડી લાવી છે અને હાલ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ મામલે મેઘાણીનગર પીઆઈનું કેહવુ છે કે, અમે આ મામલે આરોપીની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પણ પકડી કાર્યવાહી કરી છે. બાળકીને ન્યાય મળે તે માટે તમામ પ્રયત્ન કરીશું. હાલ તો પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.SS1MS