યુવકની આત્મહત્યા પાછળ ડ્રગ્સ પેડલરના હાથની શંકા
રાજકોટ, એક તરફ ગુજરાતમાંથી પાછલા વર્ષના અંતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો તે કેસ હજુ પત્યો નથી ત્યાં રાજકોટ ડ્રગ્સના મુદ્દાને કારણે ચર્ચામાં આવ્યું છે. રાજકોટ યુનિવર્સિટી રોડ જય રાઠોડ નામના યુવકે આપઘાત કર્યો છે અને તેની પાછળ ડ્રગ્સના પેડલરનો હાથ હોવાનું સામે આવી રહ્યું છે. આ કેસમાં પ્રાથમિક તપાસ અને આક્ષેપોમાં આ ઘટના પાછળ મહિલા ડ્રગ્સ પેડલરનું નામ સામે આવ્યું છે.
સુધા ધામેલિયા નામની મહિલા ડ્રગ્સ પેડલરથી કંટાળીને રાજકોટના યુવકે આપઘાત કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અગાઉ પર સુધાની ધરપકડ કરાઈ છે અને ડ્રગ્સ મામલે નામ સામે આવ્યું છે હવે યુવકે તેના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ છે. આ પહેલા પણ એક પરિવાર ડ્રગ્સના કેસમાં બરબાદી તરફ જતા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યારે પણ સુધાનું નામ ખુલ્યું હતું. સુધા સામે પાસા સુધીના પગલા ભરવામાં આવ્યા હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે.
શહેરમાં ડ્રગ્સ સપ્લાય પાછળ સુધા જ જવાબદાર હોવાનું પણ અનેકવાર ચર્ચાયું છે. આ વખતે આપઘાત કરનારા જયના કેસમાં પણ સુધા અને તેના સાગરિતોના નામ સામે આવી રહ્યા છે. આપઘાત કરનારા જય રાઠોડ નામના યુવકે ડ્રગ્સ વેચવાની ના પાડી તો સુધાએ તેની ધમકી આપી હોવાનો આરોપ થયો છે, આ સાથે સુધાએ પોતાના માણસો પાસે તેની મારી નાખવાની ધમકી આપી હોવાનો અને તે પોતાના માણસો સાથે હુમલો કરવા માટે આવી હોવાનો આરોપ છે.
પોલીસ દ્વારા આ મામલે મૃતકના પરિવારના નિવેદન માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે અને આ નિવેદનના આધારે આગળની જરુર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગાંધીના ગુજરાતમાં એક તરફ દારુ બંધી હોવા છતાં મોટા પ્રમાણમાં દારુના ધંધા ધમધમી રહ્યા છે, આવામાં ડ્રગ્સના વેચાણ અને વેપારના રહસ્યો પણ ખુલી રહ્યા છે. હવે પોલીસ દ્વારા આ કેસમાં તપાસ દરમિયાન કેટલીક મહત્વની કડીઓ પર કામ કરવામાં આવી શકે છે. જેનાથી રાજકોટના તારા રાજ્યના અન્ય શહેરો સાથે પણ જાેડાય તેવી સંભાવના છે.SSS