યુવકની ચાકુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી
રાજકોટ: સુરત શહેરમાં ક્રાઇમ બેકાબૂ બન્યો છે ત્યારે ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આજે ફરી ખૂની ખેલ ખેલાયો હતો જ્યાં એક પ્રેમીએ યુવતીના બીજા પ્રેમીને પોતાના મિત્રો સાથે મળીને મારી નાખ્યો છે. બનાવની વિગત એવી છે કે પાંડેસરા કૈલાશ ચોકડી નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના એક પ્રેમી એ બીજા પ્રેમીને પાંચ ચપ્પુના ઘાં મારી પતાવી દીધો હોવાનો બનાવ પોલોસ ચોપડે નોંધાયો છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
મરનાર બ્રિજેશ એક મહિના પહેલા જ યુપીથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. વતનમાં પ્રેમ થયા બાદ યુવતી સુરતમાં હોવાની જાણ બાદ બ્રિજેશ સુરત આવ્યો હતો. રોડ ઉપર લોહીના ખબોંચીયામાં પડેલા ઇજગ્રસ્ત બ્રિજેશ ને સિવિલ હોસ્પિટલ બાદ ખાનગીમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યુ હતું. મૃતક મૂળ અઝામગઢનો રહેવાસી હતો. એક મહિના પહેલા જ સુરત આવ્યો હતો. કોઈ છોકરીને લઈ ચાલતા ઝઘડામાં રવિવારની રાત્રે બ્રિજેશને ફોન પર હુમલાખોરો ધમકી આપી મળવા બોલાવતા હતા.
જેને લઈ બ્રિજેશ કૈલાશ ચોકડી પર મળવા જતા જ એની પર રોહિત સહિત ૨૦ જણાએ એ ચપ્પુ વડે ઘાતકી હુમલો કરી ભાગી ગયા હતા. આમ પ્રાથમિક રીતે પ્રણય ત્રિકોણમાં યુવતીના એક પ્રેમીને તેના બીજા પ્રેમીની જાણ થતા જ તેને સુરતમાં મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનાના પગલે પાંડેસરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જોકે, સુરત શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે તેમાં કોઈ બે મત નથી.