યુવકની બેગમાં પત્નીને બીજી પત્નીની તસવીરો મળી આવી
નવી દિલ્લી, જ્યારે કોઈ રિલેશનમાં ચિટીંગ થાય છે, ત્યારે તેનો સામનો કરવો ખૂબ મુશ્કેલ છે. અને જ્યારે ભાવિ પતિ વિશે ૨૦ વર્ષ જૂનું કાળું સત્ય જાણવા મળે છે, ત્યારે આવી પરિસ્થિતિની કલ્પના પણ કરી શકાતી નથી. આવો જ એક કિસ્સો બ્રિટનમાં સામે આવ્યો છે. ધ સનના અહેવાલ મુજબ, મંગેતરને છેતરનાર વ્યક્તિએ બ્રિટિશ ડે ટાઈમ ટીવી શો ધીસ મોર્નિંગ’માં પોતાનું સત્ય જણાવ્યું હતું.
ચાલો હવે અમે તમને એરિક દ્વારા ડિયર ડીડરને કહેલી સત્યતા વિશે જણાવીએ. એરિક તેની મંગેતર સાથે રહે છે. તે હંમેશા કામ માટે બહાર જતો હતો. આ દરમિયાન તેની મંગેતર ગર્ભવતી બની હતી. એક દિવસ ફરી એરિક બે દિવસ માટે બહાર ગયો, કામ પર જવાનું કહીને. આ વખતે તેનો પ્રવાસ ટૂંકો હતો.
જ્યારે તે ઘરે પાછો આવ્યો, ત્યારે મંગેતરે તેની બેગ રાખવાનો પ્રયાસ કર્યો. એરિક તેને બેગ ન ઉપાડવાનું કહીને અન્ય વાતોમાં ઉલજાવી હતી. એક દિવસ એરિક ફોન પર વાત કરી રહ્યો હતો, પરંતુ જ્યારે તેની મંગેતર ત્યાં પહોંચી ત્યારે તેણે ફોન કાપી નાખ્યો. મંગેતરને એરિકનું આ વલણ વિચિત્ર લાગ્યું.
અચાનક મંગેતરની નજર એરિકની બેગ પર પડી, જે તેણે તેની વર્ક ટ્રીપ પર લીધી હતી. મંગેતરે બેગ ખોલીને જાેયું. તેને બેગમાંથી કેટલીક તસવીરો મળી. તસવીરમાં એરિક અન્ય મહિલા સાથે હતો. આ પછી મંગેતરે તસવીરમાં દેખાતી મહિલા વિશે વધુ રિસર્ચ કર્યું. આ પછી એરિકનો મંગેતર તે મહિલાના ઘરે પહોંચી.
મંગેતરે મહિલા સાથે એરિક વિશે વાત કરી. એરિકના મંગેતરના શબ્દોથી મહિલા નારાજ થઈ ગઈ. તેણે કહ્યું કે તે ૨૦ વર્ષથી એરિકની પત્ની છે. ૨૦ વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા અને તેમને એક મોટી દીકરી પણ છે. પછી એરિક પણ ત્યાં પહોંચી ગયો. મંગેતર અને પત્નીને એકસાથે જાેઈને તે ચોંકી ગયો. હવે તેની સામે મોટી મૂંઝવણ એ છે કે તેની મંગેતર અને પત્ની સાથેના સંબંધોને કેવી રીતે આગળ વધારવું.SSS