યુવકને એરપોર્ટમાં નોકરી અપાવવાનું કહી રૂ.૬ લાખ ખંખેરી લીધા
બેકાર યુવાને નોકરી માટે વેબસાઈટ ઉપર રજી.કરાવ્યુ હતુઃપોલીસે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વર્તમાન સમયમાં ઓનલાઈન છેતરપીંડીએ ખુબ જ મોટી સમસ્યા બની છે. અગાઉ ઓછું ભણેલા કે ભોળા નાગરીકોને ગઠીયાઓ વાતોમાં ભેળવીને તેમની પાસેથી રકમ પડાવી લેધા બાદ રફૂચક્કર થઈ જતાં હતા. જા કે હવે ઠગાઈએ પણ આધુનિકતા ધારણ કરતાં ફોન ઉપર તથા ઓનલાઈન થતાં નાગરીકો લૂંટાઈ રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આવા ગઠીયાઓના મુખ્ય શિકાર અગાઉ મહિલાઓ કે વૃધ્ધો થતાં હતા.
જા કે છેલ્લા કેટલાંક સમયથી ભણેલા-ગણેલા શિક્ષિત નાગરીકો, વેપારીઓ અને અધિકારી દરજ્જાના નાગરીકોને ફોન કરી ગઠીયાઓ કેવાયસી અપડેટ કરાવવા, ઈનામ કે રીફંડની લાલચ આપવા, મોટા સોદા પાડવા કે નોકરી આપવા જેવી લાલચ આપીને તેમને વાતોમાં લાવે છે. બાદમાં ટ્રાન્ઝેકશનના નામે પ રૂપિયા લઈ ૧૦ રૂપિયા પરત કરે છે. જેથી ઝાંસામાં આવી ગયેલા લોકો બાદમાં તેમની જાળમાં ફસાઈ જાય છે.
અને પોતાની મહેનતની કમાણી ગણતરીની મિનિટોમાં જ ખોઈ બેસે છે. આવા ગઠીયાઓ લે-વેચ કરતી અને નોકરી અપાવવી વેબસાઈટો ઉપર પણ ખુબ જ સક્રિય હોય છે. તેના ઉપરથી ડેટા લઈને નાગરીકોને ફસાવવાના ધંધા કરે છે. તેને જાણ થયા બાદ ગઠીયા રફૂચક્કર થઈ જતાં નાગરીકોને માથે હાથ દઈ રોવાનો વારો આવે છે. આવી જ ઘટના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે બની છે. તેણે નોકરી મેળવવા જતાં આશરે ૬ લાખ રૂપિયા ગુમાવ્યા છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે જયદિપસિંહ ઈન્દ્રસિંહ રાઠોડ શિરિન પાર્ક સોસાયટી, બાપા સીતારામ ચોક, નવા નરોડા ખાતે રહે છે. અગાઉ સારી કંપનીમાં નોકરી કરતા જયદીપભાઈની નોકરી છુટી ગઈ હતી. જેથી લોકડાઉન દરમ્યાન તેમણે નોકરી ડોટ કોમ નામની વેબસાઈટ પર પોતાનું નામ રજીસ્ટર કરાવ્યુ હતુ.
જેના પગલે થોડા જ દિવસમાં નંદીની નામની યુવતિએ તેમને ફોન કરીને વેબસાઈટ પરથી તેમની માહિતી મળી હોવાની વાત કરી હતી. બાદમાં નંદીનીએ તેમને અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડીગો કંપનીમાં જરૂરીયાત હોવાની તથા આ જગ્યા માટે જયદીપસિંહ યોગ્ય હોવાની વાત કરી હતી. નોકરી મળવાની વાતથી જયદીપસિંહ ખુશ થયા હતા. બાદમાં નંદિનીએ તેમના બધા જ દસ્તાવેજા મંગાવ્યા હતા. અને જયદીપભાઈને વાતોમાં ભોળવ્યા હતા. બાદમાં તેમને રજીસ્ટ્રેશન પેટે ફી માંગી હતી. જા કે નોકરી મળવાની વાતે તેમણે એ રકમ પણ ભરી દીધી હતી.
એ પછી સત્યમ ભાર્ગવ નામની વ્યક્તિએ જયદીપભાઈને ફોન કરીને પોતે નંદિનીના ઉપરી અધિકારી તરીકેની ઓળખ આપી હતી. અને તેણે પણ જયદીપભાઈએ અલગ અલગ ચાર્ઝ પેટે જુદા જુદા બેક ખાતાઓમાં ટુકડે ટુકડે રકમ જમા ભરાવડાવી હતી. દરમ્યાનમાં બંન્ને ગઠીયાઓ તેમની સાથે વાતચીત કરતા રહ્યા હતા. અને અમદાવાદ એરપોર્ટ પર નોકરીની લાલચ આપતા રહ્યા હતા. એ રીતે તા.૩૦મી જૂનથી અઠવાડીયા સુધીના ગાળામાં કુલ પાંચ લાખ ત્યાંસી હજાર રૂપિયાની રકમ બંન્ને ગઠીયાઓએ પડાવી લીધી હતી. જા કે નોકરી અંગેનું પૂછપરછ કરતાં બંન્ને તેમને વાયદા બતાવતા હતા.
મોટી રકમ આપી દીધા બાદ જયદીપભાઈએ દબાણપૂર્વક સત્યને નોકરી અંગે પૂછપરછ કરી હતી. જા કે તેણે વધુ રકમ માંગી હતી. એ જયદીપભાઈએ આપવાની ના પાડતા સત્યમે તેમનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. જેના પગલે જયદીપભાઈને પોતાની સાથે છેતરપીંડી થયાની શંકા ગઈ હતી. બાદમાં તેમણે પરિવારજનોને પણ આ વાત કરી હતી.
છેવટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશને પહો/ચ્યા હતા અને ત્યાં પોલીસે તેમની ફરીયાદના આધારે બંન્ને ગઠીયાઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે. નોકરી માટે રૂપિયા ૬ લાખ જેટલી રકમ ઠગાઈની વાત સાંભળી ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.