યુવકને ઘરમાં પૂરીને નગ્ન કરીને માર મારવાની ઘટના
પાલનપુર: પ્રેમ પ્રકરણ, છોકરા-છોકરીઓનું એક બીજા પ્રત્યેનું આકર્ષણ વગેરે કિસ્સા વ્યક્તિને મોટી મુશ્કેલીમાં પણ મૂકી દેતા હોય છે. આવા જ એક આકર્ષણ પાછળ ખેંચાઈ ગયેલા યુવકને મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આ યુવક કથિત રીતે છોકરીથી આકર્ષાઈને તેના પ્રેમમાં પડી ગયો હતો અને જાહેર ના કરી શકાય તેવો પ્રેમિકાનો વીડિયો વાયરલ કર્યો હતો, જેનો બદલો લેવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં યુવકને ઘરમાં પૂરીને નગ્ન કરીને માર મારવાની ઘટના બની હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં યુવકને એક પછી એક કેટલાક યુવકો માર મારી રહ્યા છે અને પીડિત યુવક બૂમો પાડતો રહે છે. આ દરમિયાન કેટલાક યુવકો પીડિતને ખરાબ ગાળો પણ આપી રહ્યા છે અને તેની પાસે રુપિયાની પણ માગણી કરી રહ્યા છે.
વીડિયોમાં પીડિત યુવકને બળજબરી પૂર્વક મૂત્ર પીવડાવવામાં આવી રહ્યું છે. પીડિત યુવક પોતાને છોડી દેવામાં આવે તેવી આજીજી કરતો રહે છે. માનવામાં આવે છે કે યુવકની યુવતી સાથે મિત્રતા હતી અને તેની સાથે ફોનથી સંપર્કમાં હતો. આ બન્ને સાથે લાબી વાતો અને મેસેજથી વાતો થતી રહેતી હતી. જેમાં યુવકે પ્રેમિકાનો કથિત વિડિયો વાયરલ કર્યો હતો જેનો બદલો લેવા માટે યુવતીના પરિવારજનોએ પકડીને એક રુમમાં પૂરીને દીધો હતો. આ પછી તેને માર માર્યાનો વીડિયો વાયરલ થયો હતો છે.
આ વીડિયો સ્થાનિકોને ધ્રૂજાવી રહ્યો છે. સાથે એવું પણ રિપોર્ટ્સમાં માનવામાં છે કે, યુવક કોઈ યુવતીને મળવા ગયો ત્યારે તે પકડાઈ ગયો હોઈ શકે છે અને તે પછી યુવકને એક જગ્યા પર પૂરી દઈને માર મારવામાં આવ્યો હતો. આ કૃત્ય કયા કારણોથી થયું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ છોકરીનું લફડું હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. યુવકનો વીડિયો બનાસકાંઠામાં લોકોના ફોનમાં જાેવાઈ રહ્યો છે. હજુ સુધી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે કે નહીં તે અંગે પણ કોઈ માહિતી સામે આવી નથી.