Western Times News

Gujarati News

યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂ.૧૦ લાખ પડાવ્યાનો આક્ષેપ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ સહિત રાજયભરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે તેમ છતાં એક પછી એક ગંભીર ઘટનાઓ ઘટી રહી છે આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીક આવેલા એક ગામમાં ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં એક યુવકે પોતાને એક યુવતીએ પ્રેમજાળમાં ફસાવી તેના પર બળાત્કારની ફરિયાદ નોંધવાની ધમકી આપી તેની પાસેથી રૂ.૧૦ લાખ પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

આ સમગ્ર ષડયંત્રમાં કુલ ૩ યુવતિઓ એક વકિલ, એક મહિલા પત્રકાર તથા ક્રાઈમબ્રાંચના એક અધિકારીનું નામ પણ યુવકે જણાવતા સનસનાટી મચી ગઈ છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરાવી હોવાનું જાણવા મળી રહયું છે. આ સમાચાર ન્યુઝ ચેનલ પર બતાવવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ અંગેની વિગત એવી છે કે રાજયભરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  જળવાઈ રહે તે માટે રાજયના ગૃહવિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે. ખાસ કરીને ગંભીર ઘટનાઓમાં વિશેષ તકેદારી રાખવામાં આવતી હોય છે મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓમાં આરોપીઓ સામે ત્વરિત કામગીરીનો આદેશ આપવામાં આવ્યો છે જેના પગલે ઘરેલુ હિંસા જેવી ઘટનાઓમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે આ દરમિયાનમાં એક ચોંકાવનારો કિસ્સો સપાટી પર આવ્યો છે.

ઈડર નજીક આવેલા ફીચોડ ગામે રહેતા એક યુવક સાથે ચોંકાવનારી ઘટના ઘટી છે. એક યુવતિ સાથે પરિચય કેળવાયા બાદ અચાનક જ આ યુવતિએ આ યુવકને ધાકધમકી આપવાનું શરૂ કર્યું હતું અને તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી આપતા યુવક ગભરાઈ ગયો હતો આ ફરિયાદ નહી નોધાવવા માટે યુવક પાસેથી મોટી રકમની માંગણી કરવામાં આવી રહી હતી જેમાં યુવકને ધમકાવવામાં આવતો હતો. યુવક પાસેથી રૂ.૧૦ પણ પડાવવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહયું છે આ પરિસ્તિતિમાં  યુવકે પોતાના ફસાવવામાં ત્રણ યુવતિઓ, એક વકીલ, એક મહિલા પત્રકાર તથા એક પોલીસ અધિકારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળી રહયું છે.

આજે સવારથી જ ન્યુઝ ચેનલ પર આ સમાચાર વહેતા થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે યુવકને ફસાવવાની ઘટનામાં કુલ ૭ વ્યક્તિ  સામે ફરિયાદ નોંધાઈ હોવાનું પણ જાણવા મળી રહયું છે આ પોલીસ અધિકારી કોણ છે તે અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.