Western Times News

Gujarati News

યુવકનો મૃતદેહ કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો

જેતપુર: જેતપુર તાલુકાના સરદારપુરા ગામમાંથી ગઈકાલે રાત્રે એક આશાસ્પદ યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો સર્જાયા છે. જેતપુરના સરદારપુરા ગામે એક યુવકનો કૂવામાંથી પગમાં દોરી બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાના પગલે રાજકોટ જિલ્લા પોલીસના ઘાડા વાડીમાં ઉમટી પડ્યા હતા.

અહેવાલ મુજબ મૃતક યુવકનું નામ જેન્તી માઘા બગડા છે અને તેની ઉંમર ૨૮ વર્ષ છે. જેન્તીના મૃતદેહ મળવાની જાણ થતા જ પરિવાર અને ગ્રામજનો વાડીએ પહોંચી ગયા હતા. તેના પગમાં દોરી બાંધી હોવાથી તેણે આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ તે અંગે રહસ્ય ઘેરાયું હતું. આ મૃતદેહને બહાર કાઢ્‌તાની સાથે જ રાજકોટથી એફએસએલની ટીમ પણ દોડી આવી હતી. જેતપુર તાલુકા પોલીસ સાથે જેતપુર મામલતદારનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

સામાન્ય રીતે કૂવામાંથી મળી આવતા મૃતદેહોમાં આત્મહત્યાના બનાવો વધુ જોવા મળતા હોય છે. પોલીસે યુવકની લાશ બહાર કાઢી તેનું પંચનામું કર્યુ હતું અને તેને પોસ્ટમોર્ટ માટે મોકલી આપી હતી. જેન્તી બગડા ક્યા વ્યવસાય સાથે જોડાયેલો હતો પોલીસ તેની પણ તપાસ કરી રહી છે જેથી તેના શંકાસ્પદ મૃતદેહના કેસની કડીઓ મેળવવામાં સફળતા મળી શકે. જોકે, આ બધાની વચ્ચે એક પરિવારમાંથી ૨૮ વર્ષના આશાસ્પદ યુવકનું અકાળે મોત થતા માતમ છવાયો છે. નાનકડાં ગામ સરદારપુરામાં ઘટેલી ઘટનાના કારણે સમગ્ર પંથકમા ચકચાર મચી જવા પામી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.