યુવકે અશ્લીલ ફોટો બનાવીને મહિલાઓને બ્લેકમેઈલ કરી
નવી દિલ્હી: દિલ્હીમાં મહિલાઓને બ્લેકમેઈલ કરવાનો મામલો સામે આવ્યો છે. દક્ષિણી દિલ્હી પોલીસે એક એવા યુવકની ધરપકડ કરી છે જેણે અત્યાર સુધીમાં ૧૦૦ મહિલાઓને બ્લેકમેઈલ કરી ચૂક્યો છે. પોલીસ પ્રમાણે આરોપી મહિલાઓને સોશિયલ મીડિયા એકાઉન્ટથી તેમનો ફોટો કાઢીને ફોટો મોર્ફ કરતો હતો
અને ત્યારબાદ તે મહિલાઓને બ્લેકમેઈલ કરવાનું શરું કરતો હતો. પોલીસે આ આરોપીને એક મહિલાની ફરિયાદ બાદ ધરપકડ કરી હતી. થોડા દિવસ પહેલા જ માલવીય નગર પોલીસમાં એક મહિલા પહોંચી અને તેણે પોલીસને લેખિતમાં ફરિયાદ આપી હતી કે એક વ્યક્તિ તેને બ્લેકમેઈલ કરી રહ્યો છે.
મહિલાએ પોલીસને જણાવ્યું કે એ વ્યક્તિએ તેને કહ્યું કે તેની પાસે મહિલાની કેટલીક અશ્લિલ તસવીરો છે. જાે તે યુવકને પૈસા નહીં આપે તો તે સોશિયલ મીડિયા ઉપર ફોટો વાયરલ કરી દેશે. મહિલાનું કહેવું છે કે ફોટો તેની પાસે છે તેણે બધા ફોટો મોર્ફ કર્યા છે. મહિલાની ફરિયાદ બાદ માલવીય નગર પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી હતી.
મહિલાએ પોલીસને જણાવ્યું કે આરોપીએ તેનું એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક કર્યું છે. ત્યાંથી બધા ફોટો લીધા હતા.
ત્યારબાદ મોર્ફ કરીને બ્લેકમેઈલ કરવાનું શરું કર્યું છે. આરોપીએ મહિલા પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. સાથે જ સોશિયલ મીડિયા ઉપર જે કોન્ટેક્ટ હતા તેમની ડિટેલ પણ માંગતો હતો.
પોલીસે જ્યારે આ કેસની તપાસ શરુ કરી ત્યારે પોલીસે જાણવા મળ્યું હતું કે આરોપી કોલ કરવા માટે એવા પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો જેને ટ્રેક ના થઈ શકે. પોલીસે હેલ કરેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ થખી આરોપી સુધી પહોંચ્યા હતા. ૨૯ ડિસેમ્બરે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ધરપકડ થયા બાદ જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી તો જાણવા મળ્યું હતું કે આરોપીએ અત્યાર સુધી ૧૦૦ મહિલાઓને પોતાની બ્લેકમેઈલિંગનો શિકાર બનાવી ચૂક્યો હતો.
આ પહેલા આરોપી સુમિતને છત્તિસગઢ પોલીસ અને નોઈડા પોલીસે પણ ધરપકડ કરી ચૂકી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સુમિતની ઉંમર ૨૬ વર્ષ છે તેણે ૧૨માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેણે હેકિંગ શિખી અને તેણે સોશિયલ મીડિયા ઉપર મહિલાઓનું એકાઉન્ટ હેક કરીને બ્લેકમેઇલિંગ કરવાનું શરું કર્યું હતું.