યુવકે ઘરની સીલિંગ તોડતા ચાર ઝેરીલા સાપ નીચે પડ્યાં

પ્રતિકાત્મક
ઝેરીલા સાપને જાેઇને તુરંત જ હેરીએ એનિમલ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો તેમજ સાપ પકડાવી દીધા હતાં
જાેર્જિયા: જાેર્જિયામાં રહેનારા હેરીએ જાન્યુઆરી મહિનામાં તેનાં પિરવારની સાથે એક ભાડાંનાં મકાનમાં રહેવા ગયો. ત્યાં ગયાનાં એક મહિના બાદ તેને અને તેનાં પરિવારને અજીબોગરીબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પરિવારને ઘરની સીલિંગમાંથી અજીબોગરીબ અવાજ આવતો. એટલું જ નહીં કેટલાંક સમય બાદ તેમને સિલિંગ માંથી અવાજાે આવવાની સમસ્યા શરૂ થઇ ગઇ. અને ઘરમાં હેરીને ઘણી સમસ્યાઓ આવવા લાગી.
હેરીએ તેનાં મકાન માલિક જાેહન સ્ટેફોર્ડને આ અંગે ફરિયાદ કરી પણ તેણે કોઇ જ એક્શન ન લેવામાં આવ્યો. જાેને હેરીને કહ્યું કે, તેને કોઇ ગફલત થતી હશે. આ બાદ પણ પરિવારને સતત ઘરની છતમાંથી અવાજાે આવતી હતી. હેરીએ ર્નિણય કર્યો કે, જ્યાં સુધી મકાનમાલિક તેની સમસ્યાઓ નહીં ઉકેલે ત્યાં સુધી તે ભાડુ નહીં આપે. જે બાદ જાેને હેરીને ઘર છોડી દેવાનો ઓર્ડર આપ્યો હતો. હેરી ઘર છોડે તે પહેલાં જ આ અવાજાેનો પડદોફાર્શ કરવાનું વિચારી લીધુ હતું.
રહસ્ય ત્યારે ખુલ્યુ જ્યારે હેરીએ સીલિંગ તોડી અને છત પડી આ સાથે જ અંદરથી એક બે નહીં પણ ચાર ચાર ઝેરીલા સાપ નીચે પડ્યાં. આ ચારેય ઘરની અંદર જ રહેતા હતાં. ઝેરીલા સાપને જાેઇને તુરંત જ હેરીએ એનિમલ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. અને સાપ પકડાવ્યાં હતાં. આ બાદ પણ મકાનમાલિકે ઘરનું ઇન્ફેક્સટેશન ન કરાવ્યું ઘરમાં ગરોળી અને ઉંદરની ભરમાર હતી. આ અંગે મકાન માલિકનું કહેવું છે કે, તેની પાસે રિપેરિંગનાં પૈસા નથી જેને કારણે તે નથી કરાવતો. જ્યારે હેરીનું કહેવું ચે કે, તેની પાસે ઘણી પ્રોપર્ટી છે જે રેન્ટ પર છે એટલે તે પૈસાનું માત્ર બહાનું બનાવે છે.