યુવકે ટિ્વટર દ્વારા દાદા માટે ઓક્સિજનની માંગણી કરી, યુપી પોલીસે તેની વિરૂધ્ધ ફોઝદારી કેસ નોંધ્યો!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/twitter-1-1024x576.jpg)
(એજન્સી) નવીદિલ્હી, અમેઠી પોલીસે ટિ્વટ કરી મંગળવારે માહિતી આપી હતી કે તેમણે એક યુવક સામે ફોઝદારી કેસ નોંધ્યો છે. જેમણે ટિ્વટર દ્વારા ઓક્સિજન સિલીન્ડર માટે વિનંતી કરી હતી. એમની સામે ભય ફેલાવવાના ઉદેેશ્યથી અફવાહ ફેલાવવાના પ્રયાસો કરવાના આક્ષેપ મુકવામાં આવ્યા છે.
જે ભયના લીધે કોઈપણ વ્યક્તિ રાજય સરકર સામે ગુનો કરવા પ્રેરાય છે. અને જાહેર શાંતિ ભંગ કરવાના પ્રયાસો કરે અને ચેપી રોગ ફલાવવાની સંભાવનાઓના કાર્યોમાં વ્યસ્ત રહે. સોમવારે સવારે શશાંક યાદવેે ટિ્વટ કરી લખ્યુ હતુ. પણ તેમણેેે કોવિડ-૧૯ અથવા કોઈ અન્ય બિમારીનો ઉલ્લેખ કર્યો નહોતો.
તેમના મિત્ર અંકિત યાદવની અપીલને રી-ટિ્વટ કર્યુ હતુ અને એડીટર અરફાખાન શેરવાનીને મદદ માટે વિનંતી કરી હતી. શેરવાની લોકોને મદદ કરે છે. તેમણે આ ટિ્વટની નોંધ લઈ મંત્રી સ્મૃતિ ઈરાની અને તેની સાથે સમાજવાદી પાર્ટીના નેતાને સંદેશ મોકલાવી મદદ કરવા કહ્યુ હતુ. ઈરાનીએ જણાવ્યુ હતુ કે તેમણે શશાંક સાથે સંપર્ક કરવા પ્રયાસો કર્યા હતા. પણ સંપર્ક થઈ શક્યો નહોતો.
દરમ્યાનમાં ઓક્સિજનની માંગણી કરનાર અંકિતે વહેલી સવારે માહિતી આપી હતી કે તેમના દાદા અવસાન પામ્યા છે. આ સંદેશ ઈરાની પાસે પહોંચ્યો હતો અનેે તેમણે કહ્યુ કે, મે શશાંક સાથે સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા. પણ સંપર્ક થઈ શક્યો નહતો. દેખીતી રીતે જ આ મામલાનો અંત થઈ ગયો કહી શકાય.
હાલમાં દેશમાં કોવિડના વધી રહેલા કેસોને લઈને ઘણા બધા લોકો દવાઓ , ઓક્સિજન માટે સોશ્યલ મીડીયા દ્વારા મદદની માંગણી કરે છે. અને આપે છે અને સોશ્યલ મીડીયાના લીધે ઘણા લોકોના પ્રશ્નો ઉકેલી પણ શકાય છે. પણ ઉત્તરપ્રદેશ સરકારે આ સામાન્ય દેખાતી ઘટનાને પોતાની મેળે અર્થઘટન કરી વધુ ગુંચવી નાંખ્યુ છે.
ર૭મી એપ્રિલે અમેઠીની ડીએમએએ શેરવાનીની પોસ્ટ સંદસ્ભ મુખ્ય મેડીકલ અધિકારી પાસેથી રીપોર્ટ મંગાવ્યો હતો.
અધિકારીએ રીપોર્ટ આપ્યો અને જણાવ્યુ હતુ કે મુળ ટિ્વટ કરનાર વ્યક્તિ શશાંક યાદવ કોવિડથી પીડાતો નથી. અને તે દુર્ગાપુરમાં ખાનગી હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યો છે.
જાે કે શશાંક યાદવ અથવા શેરવાની બંન્નેમાંથી કાંઈ કહ્યુ નહોતુ કે કોવિડના દર્દી માટે ઓક્સિજનની જરૂર છે. પણ પોલીસે કહ્યુ કે આ રીતે તેમણે કાયદાનો ભંગ કર્યો છે. અમેઠી પોલીસે કહ્યુ હતુ કેે, શશાંકના દાદા કોવિડથી પીડાતા નહોતા અને તેમને ઓક્સિજનની જરૂર નહોતી. અને તેઓ ફક્ત હૃદયરોગના હુમલાથી મૃત્ય્ુ પામ્યા હતા.
ઓક્સિજનની અછત જણાવી આ પ્રકારની અફવાઓ ફેલાવવી એ ગુનો છે. પોલીસે શેરવાનીને જણાવ્યુ હતુ કે અમોએ આઈપીસીની કલમો ૧૮૮, ર૬૯ અને પ૦પ અને એપેડેમિક એક્ટની કલમ ૩ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટની કલમ પ૪ હેઠળ ગુનો નોંધ્યો છે.