Western Times News

Gujarati News

યુવકે ત્રીજા માળેથી કૂદકો મારતા મોત નિપજ્યું

સુરત: સુરતમાં એક યુવકે પરિણીતા સાથે આડો સંબંધ રાખવામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અડાજણ વિસ્તાર ખાતે આ બનાવ બન્યો છે. જેમાં પ્રેમી તેની પરિણીત પ્રેમિકાને મળવા માટે તેના ઘરે પહોંચી ગયા હતો. આ દરમિયાન પરિણીતાનો પતિ ઘરે આવી ગયો હતો. જેથી પકડાઈ જવાના ડરે યુવકે ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી હતી. ગંભીર ઈજા પહોંચતા યુવકનું હૉસ્પિટલ પહોંચે તા દરમિયાન મોત થયું હતું.

યુવક પરિણીતા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ ખાતે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. આ પ્રેમ પ્રકરણમાં ભાંડો ફૂટી જવાની બીકે પ્રેમીએ પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો છે. સુરતના જહાંગીરપુરામાં ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે પાલિકાના આવાસમાં રહેતા ૩૦ વર્ષીય રવિકુમાર મહેશભાઈ ચૌધરી પોતાની પ્રેમિકાને મળવા માટે ગયો હતો. પ્રેમિકા ઘરે એકલી હોવાથી રવિકુમાર તેને મળવા માટે પહોંચ્યો હતો. બંને એકાંત માણી રહ્યા હતા

ત્યારે જ અચાનક જ પ્રેમિકાનો પતિ આવી ગયો હતો અને તેણે ઘરનો દરવાજાે ખખડાવ્યો હતો. અચાનક પતિ આવી પહોચ્યો હોવાનું જાણીને પત્ની અને તેનો પ્રેમી ડરી ગયા હતા. જાેકે, પ્રેમ પ્રકરણનો ભાંડો ન ફૂટી જાય તે માટે પરિણીતાનો પ્રેમી ઘરની બાલ્કનીમાં છૂપાઈ ગયો હતો. જાેકે, બાલ્કનીમાં પણ પકડાઈ જવાનો ડર લાગતા યુવકે ત્રીજા માળેથી નીચે કૂદકો લગાવ્યો હતો.

જે બાદમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ થકી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું. આ ઘટના મામલે પોલીસે તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો. મૃતક યુવાન ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો અને અપરિણીત હતો. ઘર પાસે રહેતી એક પરિણીતા સાથે તેની આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ પ્રકરણની શરૂઆત થઈ હતી. એક વર્ષ પહેલા શરૂ થયેલા આ પ્રેમનો કરુણ અંત આવ્યો છે. અડાજણ પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.