યુવકે યુવતીના પિતા પાસે ૧૦ લાખ ખંડણી માગી
સુરત: સુરતના વરાછા વિસ્તારમાં એક સીએમાં અભ્યાસ કરતી યુવતી ગુમ થઈ ગયા બાદ રત્નકલાકાર પિતા પોલીસ મથકે ફરિયાદ કરવા પોહચ્યા હતા તે સમયે અલગ અલગ ૩ નંબરથી ફોન આવ્યો હતો જેમાં યુવતી સલામતી માટે રૂપિયા ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી હતી જાેકે ફોન આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ મામલે તપાસ કરતા યુવતી જે પ્રેમી યુવક સાથે ભાગી હતી તે યુવાને રૂપિયા માગણી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું બનાવની વિગતો એવી છે કે સુરત શહેરના વરાછા વિસ્તારની સોસાયટીની એક સીએની વિદ્યાર્થિની ઘરેથી બૂક લેવા નીકળ્યા બાદ ગુમ થઈ જતા પરિવાર ચિંતિત થઈ ગયું. હીરા ઘસવાની મજૂરી કામ કરતા પરિવારની ૨૦ વર્ષીય પુત્રી હીરાબાગ પાસે આવેલા ક્લાસીસમાં સીએનો અભ્યાસ કરી રહી છે.
દીકરી ગતરોજ સાંજે ઘરેથી સીએની બૂક લેવા જવાના બહાને નિકળ્યા બાદ ગુમ છે. બીજી બાજુ પરિવારજનોની શોધખોળ વચ્ચે એક અજાણ્યા ઈસમનો ફોન પર દીકરી જાેઈતી હોય તો રૂપિયા ૧૦ લાખ આપી જાઓ તેવું કહેવાતા પરિવાર આશ્ચર્યમાં પડી ગયો છે. દીકરીની મુક્તિ માટે ૧૦ લાખની ખંડણી માગનાર ઇસમનો લગભગ ૩ વાર અલગ અલગ નંબરથી ફોન આવ્યો હોવાનું સામે આવ્યું છે. દીકરીનું અપહરણ કરવામાં આવ્યુ હોવાનો ફોન આવતા પરિવારના પગ તળીયેથી જમીન સરકી ગઈ તે આ મામલે ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ કરતા પોલીસે આ મામલે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી પોલીસે અપહરણ-ખંડણીની ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી સીસીટીવી કેમેરામાં છેલ્લે હીરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે જાેકે પોલીસ તપાસ માં એ વાત પણ સામે આવી હતી કે આ યુવતી કાપોદ્રામાં રહેતા યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તે યુવાન પણ ઘરેથી ગાયબ હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ. પોલીસને આશંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને પકડાઈ નહીં જવાય તે માટે બંને જણા પોત પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મુકીને ગયા છે. નવા નંબરથી યુવતીના પિતાને ફોન કરી ખંડણીની માંગણી કરી ગેરમાર્ગે દોરવામાં આવ્યો હોવાની આશંકા લાગી રહી છે.