યુવકે યુવતીને ઓનલાઇન ડૅટિંગ એપ પર પ્રેમમાં ફસાવી
યુવતીએ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ટિકટોક પર પોતાની સાથે થયેલા દગાનો વીડિયો શૅર કર્યો હતો:અહેવાલ
નવી દિલ્હી: એક યુવતીએ બ્રેક અપ બાદ આવી જ એક સ્ટોરી સોશ્યલ મિડીયા પર શૅર કરી છે. યુવતી એક છોકરાને લાંબા સમયથી ડેટ કરી રહી હતી અને તેની પત્ની મૃત્યુ પામી હતી. અચાનક એક દિવસ તેની મૃત પત્ની વિશે હેરાન કરી દે તેવી વાત સામે આવી હતી. સિસિ નામની છોકરીએ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ટિકટોક પર પોતાની સાથે થયેલા દગાનો વીડિયો શૅર કર્યો હતો. તેણે કહ્યું કે યુવક સાથે તેની મુલાકાત ઓનલાઇન ડેટિંગ એપ પર થઇ હતી જે શિક્ષક હતો અને પછી તેઓ ડેટ કરવા લાગ્યા હતા. સિસિએ કહ્યું કે, તે યુવકને ખુબ પ્રેમ કરતી હતી
તેની સાથે જીવવાના સપના જાેવા લાગી હતી. ત્યારે તે શખ્સને પાસ્ટ વિશે પૂછ્યુ કે એક દુઃખદ કહાણી વિશે ખબર પડી. ૨૫ વર્ષિય શિક્ષકે કહ્યું કે તેની પત્નીનું મોત નિપજ્યુ છે અને તેનો એક દિકરો છે. શખ્સે કહ્યું કે તે એકલતા અનુભવે છે તેના કારણે ઓનલાઇન ડેટિંગ એપ પર છે. સિસિને આ વાત જાણીને દુઃખ થયુ અને તેણે શખ્સની ભૂતપૂર્વ પત્ની વિશે જાણવા તેની પ્રોફાઇલ જાેઇ
તો હેરાન કરી દેનારી હકીકત સામે આવી હતી. સિસિએ જાેયુ કે તેની પત્નીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી છે અને તેઓ સાથે સુખી છે. તે હાલમાં જીવીત છે. જ્યારે સિસિએ યુવકને આ વિશે પૂછ્યુ તો તેણે સ્વિકારી લીધુ કે તે ખોટુ બોલી રહ્યો હતો. સિસિની આ કહાણી પર લોકો સંવેદના જતાવી રહ્યાં છે.