યુવકે યુવતીને જાહેરમાં રોકીને બીભત્સ માગણી કરી
અમદાવાદ: શહેર ના દૂધેશ્વર બ્રિજ નજીક નરાધમ યુવકે યુવતીને જાહેરમાં રોકીને તેનો હાથ પકડી બીભત્સ માંગણી કરી હોવાની ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. માધુપુરા વિસ્તારમાં દૂધેશ્વર બ્રિજ નજીક રહેતી એક મહિલાએ ફરિયાદ આપી છે કે, શનિવારે બપોરના ચાર વાગ્યાની આસપાસ તે કામ પતાવીને ઘરે જઈ રહી તે દરમિયાન જૂના મ્યુનિ. ક્વાટરના ઝાંપા પાસે મઝર ઉર્ફે સલીમ નામના યુવકે તેને રસ્તામાં રોકી ને તેનો હાથ પકડીને બીભત્સ માંગણી કરી હતી.
જોકે, યુવતીએ તેની સાથે જેમ તેમ વાત કરવાની ના પાડતા આરોપી અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી યુવતીએ તેને અપશબ્દો બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાયો હતો અને તેનો મોબાઈલ યુવતીના મોઢા પર મારીને ત્યાંથી જતો રહ્યો હતો. ગઇકાલે બપોરે યુવતી જ્યારે ફરીથી જૂના મ્યુનિ. ક્વાટર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આરોપી મઝર ઝાપાં પાસે બેઠો હતો.
જેથી યુવતીએ તેની માતાને શનિવારે તેની સાથે બનેલી ઘટના અંગે જાણ કરી હતી. બાદમાં યુવતી અને તેની માતા આરોપી પાસે પહોંચ્યા હતા. યુવતીની માતાએ આરોપીને મારી દીકરીનો હાથ કેમ પકડ્યો હતો એમ કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરી હતી. યુવકે યુવતીની માતાને ધક્કો માર્યો હતો. જ્યારે યુવતી વચ્ચે પાડતા તેને પર માર માર્યો હતો. બાદમાં આરોપીએ ધમકી આપી હતી કે, અહીંયા ઊભા રહો હું આવું છું.
તેમ કહી ને તે ક્વાટરમાં ગયો હતો અને થોડીવારમાં આરોપી તેના કોઈ મિત્રના બાઇક પર હાથમાં તલવાર લઈને આવ્યો હતો. જોકે, યુવતી જોઈ જતા તે તેની માતા સાથે પોતાના ઘરે ચાલી ગઈ હતી. બાદમાં યુવતીના ચાલીના કેટલાક લોકો આરોપીની ચાલી પાસે પહોંચતા તો તે ત્યાંથી રવાના થઈ ગયો હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.