Western Times News

Gujarati News

યુવકે સરન્ડર કરવા છતાં પોલીસે છાતીમાં ગોળી મારી

Files Photo

વોશિંગ્ટન: અમેરિકાની શિકાગો પોલીસ દ્વારા એક છોકરાને મારી નાખવાનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તમને વિચલિત કરી શકે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે પોલીસ છોકરાનો પીછો કરે છે અને તેને થોભવાનું કહે છે. છોકરો પોલીસની ચેતવણી સાંભળીને રોકાય છે પરંતુ અચાનક એક ફાયર થાય છે અને છોકરો જમીન પર પડે છે.

એક પોલીસ અધિકારીના બોડી કેમેરામાં રેકોર્ડ થયેલી આ ઘટનાને લઈને પોલીસની કાર્યપ્રણાલી પર એકવાર ફરીથી ગંભીર સવાલ ઉભા થયા છે. પ્રકાશિત એક સમાચાર મુજબ પોલીસની કાર્યવાહીમાં માર્યા ગયેલા છોકરાનું નામ એડમ ટોલેડો છે. માનવાધિકાર સંગઠનોએ ૧૩ વર્ષના એડમની મોતના વિરોધમાં પ્રદર્શનની જાહેરાત કરી છે. આ બાજુ મેયર લોરી લાઈટફૂટે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પીડિત પક્ષના વકીલ   છે કે પોલીસે જાણી જાેઈને એડમ ટોલેડોને ગોળી મારી. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે વીડિયોમાં સ્પષ્ટ જાેવા મળી રહ્યું છે

એડમ પોલીસ અધિકારીઓની વાત માનવા તૈયાર હતો પરંતુ આમ છતાં તેને ગોળી મારી. એડીનાએ કહ્યું કે પોલીસનો દાવો છે કે એડમ ટોલેડોના હાથમાં પિસ્તોલ હતી. જાે તે સાચું પણ હોય તો પણ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઘટના સમયે એડમના હાથ ખાલી હતા. એટલેકે પોલીસ અધિકારીઓની વાત માનવા તે તૈયાર હતો. તો પછી તેને ગોળી કેમ મારી? વકીલે વધુમાં કહ્યું કે આ મામલો ખુબ ગંભીર છે. પોલીસ જાણી જાેઈને લોકોને નિશાન બનાવી રહી છે.

અમે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરીએ છીએ. આ બાજુ ન્યૂયોર્ક પોલીસના રિપોર્ટમાં પણ પોલીસના દાવા પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ઘટનાસાથેજાેડાયેલા લગભગ ૨૧ વીડિયોનું વિશ્લેષણ કર્યા બાદ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે મૃતકના હાથમાં કઈ હતું જે પિસ્તોલ જેવું લાગતું હતું પરંતુ જ્યારે પોલીસ અધિકારીએ તેને સરન્ડર કરવાનું કહ્યું તો તેણે પોતાની પિસ્તોલ ફેંકી દીધી હતી. જે અધિકારીએ એડમને ગોળી મારી તેનું નામ એરિક સ્ટિલમેન હોવાનું કહેવાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.