યુવકે ૩ વર્ષના સંબંધ બાદ પ્રેમિકાને સાસુ બનાવી લીધી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/CARTOON.jpg)
આગ્રા, તાજનગરી આગ્રામાં પરિવાર પરામર્શ કેન્દ્રમાં અધિકારીઓની સામે એક અજીબ કેસ આવ્યો છે. અહીંયા શહેરના એક યુવકે તેની પ્રેમિકાને જ સાસૂ બનાવી દીધી, અને તેની પુત્રી સાથે લગ્ન કરી લીધા હતા. પ્રેમિકાને જ્યારે આ વાતની જાણ થઇ તો તેણે પરિવાર પરામર્શ કેન્દ્રમાં ફરિયાદ નોંધાવી હતી. યુવકે લગ્ન કર્યા પછી પ્રેમિકાની છોકરીને તેના ઘરે મોકલી આપી હતી અને હાલ તે ફરાર છે.
આ કિસ્સો આગ્રાના યમુના કિનારા પ્રદેશના એક પ્રતિષ્ઠિત પરિવારનો છે. માહિતી અનુસાર, યુવક પહેલાથી જ પરણેલો હતો. તેણે તેની પત્નીને છોડી દીધી હતી, જેના કારણે પત્નીની સાથે પણ તેનો કેસ ચાલી રહ્યો હતો. આ દરમિયાન યુવકે જયપુર હાઉસ નિવાસી મહિલાની સાથે પ્રેમ સંબંધ બનાવ્યો હતો. આ મહિલા પણ પહેલાથી પરિણીત હતી. તેની એક છોકરી પણ છે.
મહિલાએ યુવક પર તેની સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાનો આરોપ છે કે યુવકે તેની દીકરીને ફસાવીને લગ્ન કર્યા હતા. મહિલાએ પોતાની ફરિયાદ લઇ પરિવાર પરામર્શ કેન્દ્રમાં પહોંચી અને અધિકારીઓ પાસેથી ન્યાય માટે અપીલ કરી છે.
મહિલાએ પરિવાર પરામર્શ કેન્દ્રમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે તે છેલ્લા ત્રણ વર્ષથી યુવક સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી. થોડા દિવસ પહેલા યુવક તેની દીકરીને પરીક્ષા અપાવવા માટે આગ્રાથી બહાર લઈને ગયો હતો. પરીક્ષા બાદ દીકરી ૪ દિવસ પછી ઘરે પાછી આવી તો તેણે માથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું. જ્યારે મહિલાએ આ વિશે તેની છોકરીને પૂછ્યું તો તેણે કહ્યું કે યુવકે તેની સાથે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા છે.
આ વાતને ત્રણ મહિના થઇ ગયા છે. હવે યુવક દ્વારા ના તો તેને ખર્ચા માટે કંઈ આપવામાં આવે છે અને યુવક પણ ફરાર છે. પરિવાર પરામર્શ કેન્દ્રની પ્રભારી કમર સુલ્તાનાએ કહ્યું કે યુવકના દ્વારા પ્રેમિકાની દીકરી સાથે લગ્ન કરવાનો આ કિસ્સો સામે આવ્યો છે. લગ્ન પછી યુવક ફરાર છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. યુવકના પરિવારજનો સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.HS1KP