યુવકોને કોરોના પોઝિટિવ કહી દુબઈમાં બંધક બનાવી દેવાયા
રાંચી, ઝારખંડના ગુમલા જિલ્લાના વતની સુનિલ ભગત અને અજય ઉરાંવને દુબઇમાં બંધક બનાવી લેવામાં આવ્યા છે. નોકરી અપાવાના નામે બંનેને ટૂરિસ્ટ વિઝા પર દુબઈ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં બંનેને ત્યાં કોરોના પોઝિટિવ છે કહીને બંધક બનાવવામાં આવ્યા છે.
આ સંદર્ભે ગુરુવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગીતા શ્રી ઉરાંવે મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર મામલાની માહિતી આપી હતી. કોંગ્રેસના નેતા ગીતા શ્રી ઉરાંવે જણાવ્યું હતું કે, ગુમલા જિલ્લાના ઘાઘરા બ્લોકના નવડીહા બરટોલી ગામ અને ડૂકો ગામના રહેવાસી સુનીલ ભગત અને અજય ઉરાંવને ઉત્તર પ્રદેશના રહેવાસી મધુકર મિશ્રા આ વર્ષે ૨૮ જાન્યુઆરીએ નોકરી અપાવાનું કહીને સાથે લઈ ગયા હતા.