યુવક પ્રાણીઓના આ અંગો ખાય છે, જાણીને ચોંકી જશો

નવી દિલ્હી, દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સ્વસ્થ રહે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે. પરંતુ શહેરોના માહોલમાં સારી લાઈફસ્ટાઈલ વિતાવવું ઘણું મુશ્કેલ બની ગયું છે. ખરાબ હવા-પાણી ઉપરાંત લોકોની ખાણી-પીણી પણ ખરાબ થઈ ગઈ છે. મોટાભાગના લોકો જંકફૂડનું સેવન કરે છે જેની શરીર પર માઠી અસર થાય છે. જાેકે, એક વ્યક્તિ એવી છે જે પોતાની લાઈફસ્ટાઈલને બહુ વિચિત્ર રીતે સુધારી રહી છે.
આ માણસ આદિમાનવની જેમ જીવી રહ્યો છે અને તેને લીધે તે એવી ચીજાે કરે છે જે કદાચ સામાન્ય માણસ માટે અશક્ય હશે. બ્રાયન જાેન્સન લિવર કિંગના નામથી જાણીતો છે. તે એટલા માટે કેમકે બ્રાયન પ્રાણીઓનું કાચું લિવર, બોન મેરો, ટેસ્ટીકલ્સ વગેરે ખાય છે.
બ્રાયન પોતાના પરિવાર સાથે મોટાભાગનો સમય જંગલો અને પહાડોમાં વિતાવે છે. અહીં તે આદિમાનવ જેવી જિંદગી જીવે છે. તેનું માનવું છે કે આમ કરવાથી તે પોતાની શહેરી લાઈફસ્ટાઈલને બદલી રહ્યો છે. બ્રાયન હવે સંપૂર્ણપણે ફળો અને કાચા માંસ પર ગુજારો કરે છે.
આ સાથે તે ખૂબ એક્સરસાઈઝ પણ કરે છે અને ઊંઘ પણ સારી કરે છે. બ્રાયનનું કહેવું છે કે આપણા પૂર્વજાેની જેમ જીવન જીવવાથી શરીર સ્વસ્થ રહે છે. તે કહે છે જેમ આદિમાનવ મજબૂત હતા, તે જ રીતે તેમની જીવનશૈલીને ફોલો કરીને કોઇપણ મજબૂત બની શકે છે.
રિપોર્ટ મુજબ બ્રાયન પહેલા પોતાના બે દીકરાઓ અને પત્ની સાથે શહેરમાં રહેતો હતો પણ તેણે નોંધ્યું કે તેના બાળકોની તબિયત સતત બગડતી જતી હતી. તેના પર શહેરની ખાણી-પીણી અને માહોલની ખરાબ અસર પડી રહી હતી. એકવાર પ્રદૂષણને લીધે તેના દીકરાને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો.
ત્યારથી પરિવારે ર્નિણય કર્યો કે તેઓ શહેરોમાં ઓછા અને જંગલ વિસ્તારવામાં પ્રકૃતિના ખોળે વધુ સમય વિતાવશે. બ્રાયને બાળકોને ફળ-શાકભાજી અને પ્રાણીઓના લીવર આપવાનું શરુ કર્યું. એકાએક તેમની તબિયત સુધરવા લાગી. ત્યારથી તેઓ દરરોજ ૧ પાઉન્ડ પ્રાણીઓનું લિવર કાચું ખાવા લાગ્યા.
૪૦ વર્ષનો બ્રાયન હવે લગભગ ૨૦ વર્ષથી પ્રકૃતિની નજીક રહે છે અને તેમણે આ સાથે એન્સેસ્ટ્રલ લાઈફસ્ટાઈલ નામની કંપની શરુ કરી છે જેના માધ્યમથી તે લોકોને પૂર્વજાે જેવી લાઈફસ્ટાઈલ અપનાવવા માટે મોટીવેટ કરે છે.SSS