યુવક-યુવતીએ બંધ સિનેમા હૉલમાં ઘૂસીને ખાવાનું ચોર્યું
મોસ્કો: હાલ કોરોનાને પગલે વિશ્વમાં અનેક જગ્યાએ લૉકડાઉન ચાલી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને સિનેમા હૉલને ખોલવાની મંજૂરી ઘણી જગ્યાએ નથી આપવામાં આવી. આ દરમિયાન જ એક સિનેમા હૉલના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જેમાં એક યુગલ બંધ રહેલા સિનેમામાં ઘૂસી જાય છે. સિનેમાં હૉલમાં તેઓ જે પણ કરે છે તે તમામ પ્રવૃત્તિઓ અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. બંને અહીં ખાવાની વસ્તુઓની ચોરી કરે છે, ભરપેટ જમે છે અને બાદમાં સેક્સ પણ માણે છે. જે બાદમાં સિનેમા હૉલમાં જ ઊંઘી જાય છે.
વાયરલ થઈ રહેલા વીડિઓ રશિયાના સેન્ટ પીટ્સબર્ગનો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક યુગલ બંધ રહેલા સિનેમા હૉલમાં ધસી આવે છે. બંને અહીં પોપકોર્ન સહિત ખવાની વસ્તુઓની ચોરી કરે છે, બાદમાં શારીરિક સંબંધ બાંધે છે અને ત્યાં જ ઊંઘી જાય છે. સીસીટીવી ફૂટેજમાં જાેવા મળતી તારીખ પ્રમાણે આ બનાવ ૧૮મી માર્ચના રોજ બન્યો હતો. વાયરલ થયેલા ફૂટેજમાં જાેઈ શકાય છે કે સિનેમાના સ્ક્રિનિંગ હૉલમાં દાખલ થતા પહેલા યુગલ પોપકોર્ન અને અન્ય ખવાની વસ્તુઓની ચોરી કરે છે. જે બાદમાં એક મોટા કપમાં કોલ્ડડ્રિંક્સ ભરતા નજરે પડે છે.
જે બાદમાં સિનેમા હૉલની બેઠક વ્યવસ્થા હોય તે જગ્યાએ પહોંચે છે. અહીં બંને સેક્સ માણે છે. જે બાદમાં અહીં જ ઊંઘી જાય છે. આ યુવલ સવારે જાગીને કોઈનું ધ્યાન ન પડે તે રીતે ભાગી પણ ગયું હતું. આ બનાવ મામલે સિનેમા હૉલના પ્રવક્તાનું કહેવું છે કે, યુગલ અહીંથી ભાગી થયું તે પહેલા તેમણે તમામ સાફ-સફાઈ પણ કરી હતી. ધ લેડબીબલના કહેવા પ્રમાણે બંનેનાં આવા વર્તનને પગલે સિનેમા ખુશ થઈને બંનેને અમુક શૉની ફ્રી ટિકિટ આપવા માટે પણ તૈયાર હતું. જાેકે, સોશિયલ મીડિયા પર સિનેમાની આવી ઑફરની લોકોએ ટીકા કરી હતી. લોકોનું કહેવું હતું કે, યુગલને તેમના કૃત્ય બદલ ઇનામ આપવાને બદલે સજા મળવી જાેઈએ. બીજી તરફ અમુક લોકોએ સિનેમાની સુરક્ષા પર પણ સવાલ ઊભા કર્યાં છે. લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે યુગલ સિનેમા હૉલમાં દાખલ કેવી રીતે થયું? આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે નહીં તે માલુમ પડ્યું નથી.