Western Times News

Gujarati News

યુવતિએ જાતિવિષયક શબ્દો બોલી પ્રેમસંબંધ તોડી નાંખતા યુવકનો આપઘાત

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સોશ્યલ મીડીયાના જમાનામાં એક તરફ ઓનલાઈન ફ્રેન્ડશીપ કરીને ગણતરીનો સમય પસાર કરી છૂટા થઈ જતાં હોય છે ત્યારે કેટલાક યુવાનો આજની તારીખે પણ પ્રેમમાં નિષ્ફળતા સહન કરી શકતા નથી. અને ક્યારેક ન ભરવાના પગલાં ભરી બેસતા હોય છે. ત્યારે શહેરકોટડામાં પણ પ્રેમ સંબંધ બાદ એક યુવતિએ યુવકને જાતિ વિષયક અપશબ્દો બોલી તેનું જાહેરમાં અપમાન કરતાં હૃદયભગ્ન થયેલા યુવાનને લાગી આવતા તેણે પોતાના ઘરે આપઘાત કરી લીધો હોવાની ઘટના બહાર આવવા પામી હતી.


આ અંગેની વિગત એવી છે કે મહેશભાઈ વાલજીભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે સંજયનગર હાઉસિંગ, અનિલ સ્ટાર્ચ રોડ, સરસપુર ખાતે રહે છે. ગત તા.ર જી ફેબ્રુઆરીએ મહેશભાઈ સાંજના સુમારે ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમ્યાન તેમના ભાઈ મનુના રૂમનો દરવાજા બંધ હતો. ઘણીવાર સુધી દરવાજા ખખડાવ્યા બાદ પણ મનુએ દરવાજા ન ખોલતા મહેશભાઈ તથા અન્ય પરિજનોએ દરવાજા યેનકેન પ્રકારે ખોલીને અંદરનું દ્રષ્ય જાઈ તમામ ચોંકી ઉઠ્યા હતા.

બપોરે એકલતાનો લાભ લઈને મનુએ સાડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી પરિવારજનોએ બુમાબુમ કરી મુકી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અગાઉ અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જા કે તપાસ દરમ્યાન પોલીસે આપઘાતનું કારણ પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યુ હતુ. આ અં મહેશભાઈએ તેમને જણાવ્યુ હતુ કે મનુને તેમની જ સોસાયટીમાં રહેતી એક ત્રેવીસ વર્ષની યુવતિ સાથે પ્રેમસંબંધ હતો. જા કે થોડા સમય અગાઉ મનુ અને તે યુવતિ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયા બાદ યુવતિએ મનુને જાતિવિષયક અપશબ્દો કહીને જાહેરમાં અપમાનિત કર્યો હતો.

ઉપરાંત પ્રેમસંબંધ પણ તોડી નાંખ્યો હતો. આ ઘટનાની ઘેરી અસર મનુભાઈ પર થતાં તે સતત ડીપ્રેશનમાં રહેતો હતો. પોતાની જાતિ વિશે ગાળો બોલી જાહેરમાં તેનું અપમાન કરતાં મનુને મન પર લાગી આવ્યુ હતુ. અને ર જી તારીખે તેણે પોતાના ઘરમાં સાડી પંખા સાથે બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

આ અંગે બાદમાં મહેશભાઈએ ફરીયાદ નોંધાવતા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનાની કલમ ઉમેરી હતી. ઉપરાંત જાતિ વિષયક અપશબ્દો બોલતા તે અગેની કલમો ઉમેર્યા બાદ આ ઘટનાની તપાસ એસસી, એસટી સેલ ચલાવી રહી છે. પ્રેમસંબંધ તોડી નાંખ્યા બાદ યુવાને આત્મહત્યા કરી લેવાની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિક નાગરીકોમાં પણ ચર્ચા ચાલી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.