યુવતિએ રીફંડ આપવાના બહાને યુવકને છેતર્યો
(એજન્સી) અમદાવાદ, નરોડામાં રહેતા યુવકને એક યુવતિએ ફોન કરીને કહ્યુ હતુ કે નોકરી ડોટ કોમમાંથી અમે નોકરી તમને શોધી ન આપી શક્યા જેથી તમનેે રિફંડ આપવાનું છે તેમ કહીનેે ર૯,૦૦૦ રૂપિયા તેની પાસેથી પડાવ્યા છે.
નરોડાના નીલકંઠ બંગ્લોઝમાં રહેતા હાર્દિક પટેલે ફરીયાદ નોંધાવી છે. હાર્દિક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલાં હાર્દિક તેના ઘરે હતો ત્યારે એક અજાણ્યા નંબર પરથી એક યુવતિનો ફોન આવ્યો હતો. યુવતિએ હાર્દિકને કહ્યુ હતુ કે હુૃ નોકરી ડોમ કોમ’માંથી વાત કરૂ છુ.
અને તમે અમારી ઓનલાઈન નોકરી ડોટ કોમની વેબસાઈટ પર રૂા.પાંચ હજાર ભર્યા છે. તેમ છતાં અમારી કંપની તરફથી તમને તમારા લાયક કોઈ નોકરી હજુ સુધી શોધી આપવામાં આવી નથી. જેથી અમે તમને તમારા રૂપિયા રીફંડ કરીએ છીએ. તમારા ક્રેડીટ કાર્ડનો નંબર આપો. આમ, કરેતા હાર્દિકને યુવતિ પર વિશ્વાસ આવી જતાં હાર્દિકે યુવતિએ કહ્યા અનુસાર તમામ વિગતો યુવતિને આપી દીધી હતી.
ત્યારબાદ થોડીવાર રહીને હાર્દિકના ખાતામાંથી રૂા.ર૯,૦૦૦ ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. હાર્દિકે યુવતિને કહ્યુ કે તમે ફ્રોડ છો. આમ કહેતા જ યુવતિએ ફોન કટ કરી દીધો હતો. હાર્દિક સાથે ઠગાઈ થઈ હોવાથી તેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં યુવતિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.