Western Times News

Gujarati News

યુવતિની એકલતાનો લાભ લઈ મિત્રે બાથમાં ભીડી; અડપલા કર્યા

અમદાવાદ,શહેરમાં મહિલાઓની સુરક્ષા મોટો સવાલ બની ગઈ છે. શહેરમાં મહિલાઓ પર અત્યાચારો વધી ગયા છે. એટલુ જ નહીં ઘરમાં ઘુસીને અસામાજીક તત્ત્વો મહિલાઓની છેડતી કરતા પણ હોવાની ફરીયાદો નોંધાવા પામી છે. ત્યારે શહેરમાં ફરીવાર મહિલા સુરક્ષાનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આવો જ એક બનાવો મેઘાણીનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં ઘરમાં એકલી યુવતિને જાેઈ પાડોશી મિત્ર ઘુસી આવ્યો હતો અને બળજબરી કરી તેની સાથે બાથ ભીડી હતી. યુવતિ કંઈ પણ સમજે એ પહેલાં જ પાડોશી યુવક તેની સાથે ન કરવાનું કરતો હતો.

જેથી યુવતિએ બુમાબુમ કરતાં યુવક રસોડાની બારી કૂદીને ભાગી ગયો હતો.મેઘાણીનગરમાં રહેતી ૧૯ વર્ષીય યુવતિએ પાડોશી મિત્ર જતિન જાગરાણી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. યુવતિ તેના માતા-પીતા અને ભાઈ સાથે રહે છે. યુવતિના પાડોશમાં જતીન રહે છે. અને પાડોશમાં રહેતો હોવાથી અવારનવાર યુવતિ મિત્ર તરીકે જતીન સાથે ફોન પર વાત કરતી હતી. ગઈકાલે યુવતિ તેના ઘરમાં એકલી હતી અને તેના માતા સત્સંગમાં તેમજ પિતા કામે અને ભાઈ બહાર ફરવા ગયો હતો. એ સમયે તકની રાહ જાેઈ બેઠેલો જતીન અચાનક જ યુવતિના ઘરમાં ઘુસી આવ્યો હતો.

યુવતિએ જતીનને કહ્યુ કે મારા માતા-પિતા ઘરમાં નથી. તુૃ અહીંથી જતો રહે. યુવતિએ આમ કહેતા યુવકે તેને કહ્યુ હતુ કે તારા મા-બાપ ઘરે નથ ી તો મને શુૃ વાૃધો છે. તેણે આમ કહી યુવતિને પોતાની બાથમાં લઈ લીધી હતી. યુવતિ કંઈ સમજે એ પહેલાં તે તેની સાથે બળજબરી કરવા લાગ્યો હતો. ત્યારબાદ યુવતિ જતીનને જાેઈ ડઘાઈ ગઈ હતી. તેણે જતીનનો વિરોધ કર્યો અને તેને જાેરથી ધક્કો માર્યો હતો. ત્યારબાદ યુવતિએ બુમાબુમ કરતા જતીન રસોડાની બારીમાંથી કૂદકો મારીને ભાગી ગયો હતો. યુવતિએ આ ઘટના અંગે માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ માતા-પિતાએ દિકરીની વાત સાંભળીને તેનેે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરાવવા માટે જણાવ્યુ હતુ. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.