યુવતિને એસિડ એટેકની ધમકી આપનાર નબીરો હજુ પણ પોલીસ પકડથી દૂર
ઘટના પર પોલીસના ઢાંકપિછોડાથી અનેક તકવિતર્ક :
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : એસ.જી. હાઈવે પર વાયએમસી કલબ પાસે ગઈ મોડીરાત્રે એક યુવતિને એસીડ એટેક ધમકી આપી માર મારી અપહરણ કરવાની એક વગદાર યુવકે ધમકી આપતાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જા કે અગમ્ય કારણોસર પોલીસે આ ગંભીર ઘટના પર ઢાંકપીછો કરવાનો પ્રયાસ કરતાં આ મામલે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. આનંદનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડક રવા તજવીજ હાથ ધરી છે. અને આજે બપોર સુધીમાં આરોપીને ઝડપી લેવામાં આવે એવી શક્યતાઓ છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. અને આજે બપોર સુધીમાં આરોપીને પકડી લેવાય એવી શક્યતાઓ છે.
પોલીસ સાધનો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનાની વિગત એવી છે કે એસ જી હાઈવે પર વાયએમસીએ કલબની નજીક એક યુવતિ ઉભી હતી ત્યારે એક યુવાન લકઝયુરીયસ કારમાં ત્યાં આવ્યો હતો. અને યુવતિની સાથે સામાન્ય વાતચીત કરી હતી જા કે આ યુવતિ અને યુવક અગાઉથી જ પરિચમાં આવ્યા હોવાનું પોલીસ માની રહી છે.
યુવકે યુવતિ સાથેવાતચીતનો દોર શરૂ કર્યો હતો. પરંતુગમે તે કારણોસર યુવતિએ યુવકને દાદ ન આપતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો. યુવકે યુવતિને ગાળાગાળી કરી એસિડ છાંટવાની ધમકી આપ્યા બાદ અપહરણ કરી દેવાની ધમકી પણ આપી હતી.
આમ, છતાં યુવતિ તાબે ન થતાં વિફરેલા યુવકે યુવતીને માર મારવાનં શરૂ કરતાં યુવતિએ યુવકનો હિમંતપૂર્વક સામનો કરતા તમાશો ખડો થયો હતો. આ યુવક સાથે કારમાં સાથે આવેલા અન્ય ચાર શખ્સો પણ કારમાંથી નીચે ઉતર્યા હતા. અને યુવતિ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.
જા કે ઘટના વખતે લોકોના ટોળા એકઠા થઈ જતાં વધુ કોઈ અનિચ્છનીય ઘટના બનતા રહી હતી. પરંતુ વધુ પડતી હો હા અને દેકારો થઈ જતાં ગભરાઈ ગયેલો યુવક અને તેના સાગરીતો કારમાં નાસી છુટયા હતા.
બનાવની જાણ થતાં જ આનંદનગર પોલીસે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી સઘન કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ યુવતિ પર હુમલો કરી નાસી છુટેલા યુવક તથા તેના સાગરીતોનો કોઈ પત્તો લાગ્યો નથી. મળતી માહીતી અનુસાર આ પ્રકારનો ગંભીર ગુનો આચરનાર યુવક કોઈ શ્રીમંત પરિવારનો નબીરો હોવાનું જાણવા મળે છે.
આનંદનગર પોલીસ સ્ટેશનમાં તપાસનીસ અધિકારીનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે આ આખોય મામલો સંવેદનશીલ અને ટેકનિકલ હોવાથી વધુ માહિતી આપી શકાય તેમ નથી. જા કે પોલીસ સ્ટાફ આજ બપોર સુધીમાં આરોપીને પકડી પાડશે એવી શક્યતાઓ છે.
આરોપી પકડાયા પછીજ આ ઘટનાની ભીતરની વિગત જાણવા મળે તેમ છે.ે હાલ આનંદનગર પોલીસ યુવતિની ફરીયાદના આધારે ગુનો દાખલ કરી સઘન કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે બીજી તરફ એસ જી હાઈવે જેવા લોકો અને વાહનોની અવરજવરથી ર૪ કલાક ધમધમતા રોડ પર સહલાઈથી જાહેરમાં યુવતિના અપહરણના પ્રયાસની ઘટના બનતા આ બનાવની ભારે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પોલીસ આ ગંભીર પ્રકારની ઘટના પર શા માટે ઢાંક પિછોડો કરે છે તે બાબત પણ ચર્ચાનો વિષય બની ગઈ છે.