યુવતીએ પોતાના જ ઘરમાં લાખોની લૂંટ ચલાવી
લખનૌ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી એક એવો મામલો સામે આવ્યો છે. જ્યાં પુત્રીએ પોતાના માતા પિતાને ઉકાળામાં નશીલી દવા પીવડાવી હતી. ત્યારબાદ તેણે પોતાના દોસ્તો સાથે મળીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ મામલાની જાણ થઈ તો તે જેલના સળિયા પાછળ પહોંચી ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે આ મામલો ઉત્તર પ્રદેશના લખનૌના ગૌસાઈગંજ પોલીસ સ્ટેશનનો છે. અહીં રસૂલપુર ગામમાં રહેતા મનોજ કુમારે પોલીસને જાણ કરી હતી કે તેના ઘરમાં ૧૩ લાખ રૂપિયા રોકડા અને ત્રણ લાખ રૂપિયાના આભૂષણ કોઈ અજાણ્યા વ્યક્તિએ ચોરી કરીને ફરાર થયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન આરોપી પુત્રી અને તેના પ્રેમી સહિત બે અન્ય લોકોની અટકાયત કરી હતી. અને તેમની સાથે ચોરી કરેલી રકમ અને જ્વેલરી મળી હતી. આખી ઘટનામાં પોલીસે ખુલાસો કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પરિવાર દ્વારા કરાતા દુર્વ્યવહારથી પરેશાન પુત્રીએ પોતાના પ્રેમી વિનયને પોતાના ઘરમાં રાખ્યેલા રૂપિયા અને જ્વેલરી અંગે જાણકારી આપી હતી.