યુવતીએ પ્રેગનન્ટ હોવાનું જાેરદાર નાટક કરવા માંડી
વોશિંગ્ટન: કેટલાક લોકોને પોતાની જિંદગીમાં એડવેન્ચર કરવાનો એટલો શોખ હોય છે કે ‘કુછ તુફાની’ કરવા માટે તેઓ નવા-નવા ગતકડા કરતા હોય છે. આવા જ અનોખા લોકોની યાદીમાં ટિકટોક યૂઝર એશ્લીનનું નામ પણ સામેલ થયું છે. એશ્લીન રોમાંચથી ભરપૂર વીડિયો પોસ્ટ કરતી રહે છે પરંતુ આ વખતે તેણે જે કર્યું તે ખૂબ વધારે જાેખમ ભરેલું કામ હતું
જાેવા જઈએ તો આવું કોઈએ પણ ન કરવું જાેઈએ. મૂળે, તેણે ૩૧ પાઉન્ડ એટલે કે લગભગ ૩૨૦૦ રૂપિયાની એર ટિકિટ ખરીદી. ત્યારબાદ તેને ફ્લાઇટ પર માત્ર એક બેગ-પેક લઈ જવાની મંજૂરી મળી તો તેણે ખૂબ ચાલાકીથી બીજી બેગ-એક ડ્રોસ્ટ્રિંગ જિમ બેગને પોતાના શર્ટની અંદર છુપાવી દીધી, જેથી એવું લાગે કે તેને બેબી બમ્પ હોય. તેના આ વીડિયોના બેકગ્રાઉન્ડ મ્યૂઝિકમાં ‘નોબડી ગોના નો ગીત ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, એશ્લીને પોતાની બેગ તો શર્ટ નીચે છુપાવી તેની સાથોસાથ તેણે જલ્દી બોર્ડિંગ કરવાની મંજૂરી પણ મેળવી લીધી.
એશ્લીને ખાલી પ્લેનની અંદર ચાલતા-ચાલતા પોતાનો વીડિયો બનાવ્યો. વીડિયોમાં જાેઈ શકાય છે કે તે પ્લેનમાં સૌથી પહેલા આવી હતી. ત્યારબાદ તેણે ટોઇલેટમાં લાગેલા મીરરમાં પોતાની જિમ બેગ બમ્પ પણ દર્શાવી. જાેકે, વીડિયો જાેનારા અનેક લોકોના મનમાં એક જ સવાલ હતો
આવી રીતે સિક્યુરિટી ચેકમાંથી કેવી રીતે બચીને જઈ શકાય. શક્ય છે કે તેણે સિક્યુરિટી ચેક પોસ્ટમાંથી પસાર થયા બાદ ડિપાર્ચર લોન્જથી પહેલા પોતાના શર્ટની નીચે બેગ સંતાડી દીધી હોય. નહીં તો વીડિયો બનાવીને પોસ્ટ કરવાના કારણે તે કોઈ મુસીબતમાં ફસાઈ ગઈ હોત. અનેક ટિકટોક યૂઝર્સે એશ્લીનને જીનિયસ કહી, તો અનેક લોકોએ તેને ચાલાક કહી. બીજી તરફ અનેક લોકોએ કહ્યું કે આવું કરવા માટે સારી એક્ટિંગ આવડવી પણ ખૂબ જરૂરી છે.