યુવતીએ પ્રેમી સહિત બે વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી
અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના કથિત પ્રેમી સહિત બે શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલા મૂળ સુરતની રહેવાસી છે. આરોપી રાકેશ પાંડે સાથે પરિચયમાં હોવાથી રાકેશ પાંડે મહિલાને અમદાવાદ બોલાવી હતી. જાે કે મહિલાને અમદાવાદ બોલાવી મિત્રના ઘરે જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હોવાનું આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં આરોપી રાકેશ પાંડે એ મહિલા પાસેથી ટુકડે ટુકડે ૮૦ હજાર રૂપિયા પડાવી લીધા હતા. જાે કે પ્રેમમાં અંધ થઇ ગયેલી મહિલાએ એક મોબાઇલ પણ લેવડાવ્યો હતો. જાે કે મહિલાએ એટીએમ કાર્ડ પરત માંગતા રાકેશે તેને લેવા અમદાવાદ આવવું પડશે તેમ જણાવ્યું હતું. જેથી મહિલા એટીએમ કાર્ડ પરત લેવા માટે આવી હતી. જ્યાં તેને ફરીએકવાર રૂમમાં મળવા માટે બોલાવી હતી. જ્યાં બંન્નેએ સંબંધ બાંધ્યો હતો.
જાે કે ત્યાર બાદ અચાનક તેના બોયફ્રેંડે તેને કહ્યું હતું કે, તારે એટીએમ પરત જાેઇતું હોય તો મને જે રીતે ખુશ કર્યો તે પ્રકારે મારા મિત્રને પણ ખુશ કરવો પડશે. અમદાવાદ રોકાવા આવવાની ફરજ પાડી પોતાના મિત્રને ખુશ કરવું પડશે તેમ કહી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હાલ તો વસ્ત્રાપુર પોલીસે આરોપી રાકેશ પાંડે અને તેના મિત્ર સુરેશ યાદવ વિરુદ્ધ છેતરપિંડી અને બળાત્કારની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ફરી એક વખત સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે અનેક એવા કિસ્સાઓ સામે આવે છે. જેમાં પરિચિત વ્યક્તિ દ્વારા જ મહિલાનું શોષણ કરવામાં આવતું હોય છે કાતો પરિચયનો ફાયદો ઉઠવવામાં મહિલાને બદનામ કરવાની ધમકી અપાતી હોય.