Western Times News

Gujarati News

યુવતીઓના લગ્નની ઉમર ૨૧ વર્ષની થવી જાેઇએ: શિવરાજ

ભોપાલ, મહિલાઓના અધિકારોને લઇ રાખવામાં આવેલ જાગૃતિ અભિયાનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં યુવતીઓના લગ્નની ઉમર ૨૧ વર્ષની થવી જાેઇએ તેને મુદ્દો બનાવી ચર્ચા કરવી જાેઇએ.

મુખ્યમંત્રીએ મહિલા અપરાધના ઉન્મુલનમાં સમાની ભાગીદારી માટે જાગૃતિ અભિયાનના કાર્યક્રમમાં કહ્યું કે જયારે યુવક માટે લગ્નની ઉમર ૨૧ વર્ષ છે તો યુવતીના પરિપકવતાની ઉમર પણ ૨૧ વર્ષની થવી જાેઇએ આ દરમિયાન જયારે મધ્યપ્રદેશમાં મહિલા અપરાધોના આંકડા પ્રજેંટેશન કરવામાં આવ્યા ત્યારબાદ મુખ્યમંત્રીએ કહ્યું કે પોર્ન ફિલ્મોથી બાળકોમાં વધી રહેલ અપરાધની માનસિકતા વધી રહી છે આ મુદ્દા પર પણ આપણે ગંભીરતાથી વિચાર કરવો જાેઇએ.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પોર્ન વેબસાઇટ પર પ્રતિબંધ લગાવ્યો છે આવી ફિલ્મો માનસિકતા ખરાબ કરવાનું કામ કરી રહી છે.સમાજમાં જન્મેલ યુવા આ તમામ કારણોથી દિગભ્રમિત થઇ રહ્યં છે આ દિશામાં દરેક સંભવ પગલા સરકાર ઉઠાવશે પ્રદેશમાં સીધી ગેંગરેપની ઘટનાઓને લઇ મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહ્યાં છે સરકારનો પુરજાેશ પ્રયાસ છે કે આરોપીઓને કડકમાં કડક સજા મળે.

એ યાદ રહે કે પહેલી પણ દેશમાં લગ્નની ઉમર નિર્ધારિત કરવા માટે કાનુનમાં ત્રણ સુધારા થઇ ચુકયા છે પહેલા વર્ષ ૧૯૨૯માં શાનરદા કાનુન હેઠળ લગ્નની ન્યુનતમ ઉમર યુવકો માટે ૧૮ અને યુવતીઓ માટે ૧૪ વર્ષ નક્કી કરવામાં આવી હતી ત્યારબાદ ૧૯૭૩માં થયેલ સુધારા બાદ યુવકો માટે આ સીમા ૨૧ વર્ષ અને યુવતીઓ માટે ૧૮ વર્ષ થઇ ગઇ જયારે બાલ વિવાહ રોકથામ કાનુન ૨૦૦૬ હેઠળ તેનાથી ઓછી વયમાં લગ્ન બિનકાનુની છે. તે માટે બે વર્ષની સજા અને દંડ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.