Western Times News

Gujarati News

યુવતીઓને જાેઈને અશ્લીલ હરકતો કરનાર યુવક ઝબ્બે

ગાંધીનગરના રસ્તાઓ પર યુવતીને જાેઈ ઢીંચણ સુધી પેન્ટ ઉતારી દેતા યુવકને પોલીસે વોચ ગોઠવીને ઝડપી લીધોે

ગાંધીનગર: લોકો હવે વધુને વધુ વિકૃતિ તરફ આગળ વધી રહ્યા છે. મોબાઈલ અને સોશિયલ સાઈટ્‌સના આવ્યા બાદ વિકૃતિનું પ્રમાણ વધી રહ્યું છે. રોજબરોજ એવા કિસ્સા સામે આવી રહ્યાં છે, જેમાં લોકો સભ્ય સમાજમાં હદ વટાવી રહ્યાં છે. પાટનગર ગાંધીનગરમાં એક યુવક પકડાયો છે, જે એક સપ્તાહથી રોડ પર એકલી જતી મહિલાઓ અને યુવતીઓને જાેઈને પોતાનું પેન્ટ ઢીંચણ સુધી ઉતારી દેતો હતો.

પોલીસે વોચ ગોઠવીને આ નરાધમને પકડી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના સેક્ટર ૮ અને ૯ વિસ્તારમાં એક સપ્તાહથી એક યુવક એકલી જતી મહિલાઓ અને યુવતીઓ સામે અશ્લીલ હરકતો કરતો હતો. યુવતીઓને જાેઈને યુવક પહેરેલી ટી શર્ટ ઉંચી કરતો હતો, તો સાથે જ પેન્ટને પણ ઢીંચણ સુધી ઉતારી દેતો હતો. ત્યારે અશ્લીલ હરકતો કરતા આ યુવક સામે મહિલાઓએ ફરિયાદ કરી હતી.

જેથી ગાંધીનગર પોલીસે વોચ ગોઠવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મહિલા પોલીસ કર્મચારીઓને સાદા કપડા પહેરાવીને યુવકની કાર પાસેથી પસાર કરાઈ હતી. તે સમયે પણ યુવકે અશ્લીલ હરકતો કરી હતી. ત્યારે એલસીબીના સ્ટાફ દ્વારા આ યુવકની ધરપકડ કરાઈ છે.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, યુવકનું નામ બ્રિજેશ ભરત સોલંકી (ઉંમર ૨૭ વર્ષ) છે. જે ગાંધીનગરનો જ રહેવાસી છે. આરોપીએ અગાઉ ૫ ગુના કર્યા છે અને હાલમા હાઇકોર્ટમા જામીન અરજી પેન્ડિંગના આધારે વચગાળાના જામીન ઉપર છુટેલો છે. આ યુવક પર અનેક આરોપો છે. એક મર્ડર કેસ અને છેતરપીંડીના ગુનામાં પણ તેનુ નામ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.