Western Times News

Gujarati News

યુવતીનાં બિભત્સ ફોટા સોશીયલ મિડીયામાં મુકી લગ્ન કરવાની ધમકી આપતાં ફરીયાદ

અમદાવાદ: યુવતીનાં નામથી નકલી ઈન્સ્ટ્ર્‌ગ્રામ બનાવીને તેના બિભત્સ ફોટા અપલોટ કરતા ચકાચાર મચી છે આ ઘટનાથી જાણ પરીવારને થતા તે પણ ચોકી ઉઠયા હતા અને શહેર સાયબર ક્રાઈમ આ અંગેની ફરીયાદ નોધાવી છે. આ અંગેની વિગત એવી છે કે શહેરની યુવતીના લગ્ન ભાવનગર ખાતે રહેતા યુવાન સાથે થયા હતા.

જા કે સાસરીયા સાથે અવારનવાર ઝઘડા થતા યુવતી પરત પોતાના માતા પિતાના ઘરે અમદાવાદ ખાતે આવી હતી જ્યારે તેનો પતિ અવારનવાર અમદાવાદ ખાતે તેને મળવા આવોત અને દંપતી ફરવા પણ જતો હતો જેના અંગત પળોના કેટલાક ફોટા પતિએ પોતાના ફોનમાં પાડ્યા હતા.

થોડા દિવસ અગાઉ આ ફોટા મેળલી કોઈ અજાણ્યા ઈસમે ઈન્સ્ટાગ્રામ પર નકલી એકાઉન્ટ બનાવી તે અપલોટ કર્યાની જાણ થતાં પરીવાર ચોકી ઉઠયો હતો બાદમા આ યુવતીને મેસે કરી ને તેને લગ્ન કરવા ધમકી પણ આપવામા આવતા ડરી ગયેલા પરીવાર સાયબર ક્રાઈમમાં આ અંગેની ફરીયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.