Western Times News

Gujarati News

યુવતીના આંસુઓની સાથે પત્થરના નાના ટુકડા ટપકે છે

કન્નૌજ, ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક અજીબોગરીબ મેડિકલ કેસ સામે આવ્યો છે. એક યુવતીની ડાબી આંખમાંથી આંસુ સાથે પત્થરના નાના ટુકડા નીકળી રહ્યા છે. આવું બે મહિનાથી થઇ રહ્યું છે. યુવતીના પિતાએ આ મામલે ઘણા ડોક્ટરોને બતાવી ચૂક્યા છે પણ આ યુવતીની બીમારીનો ઇલાજ હજુ સુધી થઇ શક્યો નથી. ડોક્ટરો તેને બીમારી ન ગણાવી યુવતી દ્વારા પ્લાન્ટ કરેલી વાત બતાવી રહ્યા છે.

આંખમાંથી પત્થરના નાના ટુકડા નીકળવાની આ અજીબ ઘટના કન્નોજના ગુરસહાયગંજ કોતવાલી ક્ષેત્રની છે. અહીં ગઢિયા વલીદાદપુર નામનું એક ગામ છે. અહીં રહેતી ૧૫ વર્ષીય ચાંદનીના પરિવારજનોનો દાવો છે કે તેની એક આંખમાંથી પત્થરના નાના ટુકડા નીકળે છે. ચાંદનીની આંખ લાલ રહે છે અને ઘણું દર્દ થાય છે. દીકરીની આ સમસ્યાથી માતા-પિતા પરેશાન છે.

ચાંદનીના પિતા મુશ્તાકે જણાવ્યું હતું કે ૨૭ જુલાઇથી તેની પુત્રી સાથે આવું થઇ રહ્યું છે. ડાબી આંખમાંથી દરરોજ પત્થરના નાના ટુકડા નીકળે છે. મુશ્તાકે પોતાની ક્ષમતા પ્રમાણે દીકરીની આંખની તપાસ સીતાપુર, રુહેલખંડ, બરેલી સહિત ઘણા સ્થળો પર કરાવી છે પણ કોઇ લાભ થયો નથી.

આ અજીબોગરીબ બીમારી જાેઈને કન્નૌજના આંખના વિશેષજ્ઞ ડોક્ટરો પણ ચકિત છે. કન્નૌજના આંખના રોગના વિશેષજ્ઞ ડો. એપી સિંહનું કહેવું છે કે મેડિકલ સાયન્સમાં અત્યાર સુધી આવો કેસ સામે આવ્યો નથી. તે આ કોઇ બીમારી નહીં પણ યુવતી દ્વારા પ્લાન કરેલ નાટક હોઇ શકે છે. બાળકના જન્મ બાદ ૫ વર્ષ સુધી તેની ખૂબ જ કાળજી લેવી પડતી હોય છે.

એમાં પણ પહેલું વર્ષ બાળક માટે ખૂબ સંવેદનશીલ હોય છે. શરદી, તાવ અને ડાયરીયા જેવી તકલીફો અવારનવાર ઉભી થઇ શકે છે. આવી સ્થિતિમાં માતા ઘણી વખત ગભરાઈ જતી હોય છે. બાળક રડે એટલે તુરંત તબીબ પાસે દોડી જાય છે.

બાળકનું રડવું સામાન્ય બાબત છે. પરંતુ બાળક ૬ મહિના સુધી ન રડે તો માતાની કેવી હાલત થાય? આવી જ હાલત કેનેડાના ઝ્રરટ્ઠંરટ્ઠદ્બ-દ્ભીહંમાં રહેતી લ્યુસિન્ડા એન્ડ્ર્યુઝની થઈ છે. તેનું બાળક રડી શકતું નથી. જ્યારથી તેનો જન્મ થયો છે, ત્યારથી તેણે પોતાના બાળકના રડવાનો અવાજ સાંભળ્યો નથી!SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.