યુવતીની એકલતાનો લાભ લઇ અજાણી વ્યક્તિ દ્વારા દુષ્કર્મ
સુરત, શહેરની સૂરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં રોજીરોટીની તલાશમાં આવીને વસેલા સુમિત પરિવારની ૧૦ વર્ષની માસૂમ કિશોરી ઘરમાં એકલી હતી. ત્યારે એકલતાનો લાભ લઈ કોઈ અજાણ્યા ઈસમોએ આવી આ કિશોરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
એટલું જ નહીં પણ હાલ કિશોરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતના પોલીસની નિષ્ક્રિયતાને પગલે સતત ગુનાખોરી વધી રહી છે થોડા સમય પહેલા સતત હત્યાની ઘટના બાદ ફરી એક વખત નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. મૂળ નેપાળના રહેવાસી અને રોજીરોટીની તલાશમાં લોકડાઉન બાદ ચાર મહિના પહેલા જ સુરત ખાતે આવી સુરતના સરથાણા વિસ્તારમાં રહેવા આવ્યા હતા. આ પરપ્રાંતીય પરિવારમાં માતા-પિતા સાથે ત્રણ બાળકો હતા પિતા હોટેલમાં કામ કરે છે અને માતા ઘર કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે.
આ પરિવારમાત્રણ સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. મોટી દીકરી (ઉ.વ.૧૦) આજે ઘરમાં એકલી હતી ત્યારે કોઈ અજાણ્યો ઈસમ ઘરમાં ઘુસી ગયો હતો અને માસુમ કિશોરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ભાગી ગયો હતો. માતા-પિતા કામ પર ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા તે સમયે દીકરી ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા પરિવાર આશ્ચર્યમાં પડી ગયું હતું.
તાત્કાલિક ઘટનાની જાણ સરથાણા પોલીસને કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને આ કિશોરીને તાત્કાલિક સારવાર માટે સ્વિમેર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં કિશોરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
હાલ કિશોરીની તબિયત સાધરણ છે. ઘટનાની જાણ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ફરિયાદ લેવાનું કામ ચાલુ છે એટલું જ નહીં પણ અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ પણ કરાઈ રહ્યું છે.
સાથે સાથે અજાણ્યા ઈસમની ઓળખની દિશામાં પણ પોલીસ કામ કરી રહી છે જાેકે થોડા સમય પહેલા આ જ પ્રકારે નાની બાળાઓને શિકાર બનાવતા હતા પણ પોલીસની સતર્કતાને લઈને આવી ઘટના અટકી હતી, ત્યારે ફરી એક વખત આ ઘટનાઓ શરૂ થતાં હવે નાની બાળાઓના પરિવારના મારા માતા-પિતાની ચિંતામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે.SSS