Western Times News

Gujarati News

યુવતીની બિભત્સ પોસ્ટ મુકનાર મુંબઈના શખ્સ સામે ફરિયાદ

Files Photo

વડોદરા, આજકાલ મહિલાઓ, યુવતીઓ અને બાળકી પર શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ બનતી જઈ રહી છે, ત્યારે વડોદરામાં મુંબઈનો આરોપી સાયબર ક્રાઈમની રડારમાં આવ્યો છે.

શહેરના બીલ અટલાદરા રોડ વિસ્તારમાં રહેતી ક્રિશ્ચિયન યુવતીના આઈડી હેક કરીને બિભત્સ પોસ્ટ મુકનાર મુંબઈના આરોપી વિરુદ્ધમાં સાયબર ક્રાઈમ પોલીસે આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

આરોપીએ યુવતી માટે સની લીયોની કો ભી પીછે છોડ દીયા અપની ન્યૂડ તસવીરો મેં જેવી કોમેન્ટ પણ લખી હતી. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે શહેરમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી મૂળ મુંબઈની છે.

પરંતુ હાલમાં બીલ અટલાદરા રોડ વિસ્તારમાં રહે છે. ગત જુલાઈ ૨૦૨૧માં યુવતીના ભાઈએ જાણ કરી હતી કે, સોશિયલ મીડિયા પર તારા અને મારા માટે બિભત્સ કોમેન્ટસ અને તારા ફોટોગ્રાફ્સ મુકીને બેઆબરૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

ભોગ બનનારે સોશિયલ મીડિયામાં પોસ્ટ ચેક કરતાં આ પોસ્ટ આરોપી કેરોલીન બેની વાયગર (રહે.મુંબઈ)એ મૂકી હતી. જેમાં લખ્યું હતું કે, સની લીયોની કો ભી પીછે છોડ દીયા અપની ન્યૂડ તસવીરો મેં, આ ઉપરાંત આરોપીએ ભોગ બનનારના ભાઈ સામે પણ અશોભનીય કોમન્ટસ કરી હતી.

ભોગ બનનાર યુવતી આરોપીને ઓળખતી આ પોસ્ટ ડિલીટ કરવા માટે ફોનથી જાણ કરી હતી. આમ છતાં આરોપીએ પોસ્ટ ડિલીટ કરી નહોતી. સાઈબર ક્રાઈમ સેલે આરોપી સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.