યુવતીની વેબસાઈટના લોગોનો ઉપયોગ કરી પૈસા પડાવી લીધા
(એજન્સી) અમદાવાદ, ઓનલાઈન ગારમેન્ટનો ધંધો કરતો યુવતીના વેબસાઈટ અને ઈન્ટાગ્રામમાં પેજનો દુરુપયોગ કરીને અજાણ્યા વ્યકિતએ ફેક વેબસાઈટ દ્વારા ગ્રાહકોના ઓર્ડર લઈને સામે કપડાં નહી આપી છેતરપિંડી કરી હતી. અને ઉપરાંત યુવતીને બદનામ કરી હતી જેથી યુવતીએ અમદાવાદ રેન્જ સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી છે.
બોપલમાં રહેતી મેઘા દાસ નામની યુવતી ઓનલાઈન કપડાંનો વેપાર કરે છે. મેઘા તેની વેબસાઈટ અનવ ઈન્સ્ટાગ્રામના પેજ દ્વારા લોકોના ઓર્ડર લઈને માલ પહોચાડે છે. પરંતુ ૧૦ ફેબ્રુઆરીએ મેઘાને કેટલાક લોકોને ફોન આવ્યા અને ફરીયાદ કરી કે તમે પૈસા અને ઓર્ડર લઈને અમે હજુ ડીલીવરી આપી નથી. ગ્રાહકોએ સ્કીનશોર્ટ મોકલ્યા હતા. જેમાંઅલગ વેબસાઈટ હતી પરંતુ મેઘાની વેબસાઈટ અને ઈન્ટાગ્રામનો લોગો વાપરવામાં આવ્યો હતો.
મેઘાએ તપાસ કરતા કોઈ અજાણ્યા વ્યકિતએ તેની વેબસાઈટ અને ઈન્ટાગ્રામનો દુરુપયોગ કરીને નવી વેબસાઈટ બનાવી હતી જેમાં તેનો લોગો વાપર્યો હતો જેથી ગ્રાહકોના તેના પર કોલ આવતા હતા. અજાણ્યા વ્યકિતએ મેઘાને બદનામ કરીને લોકોને છેતર્યા હતા જે બદલ મેઘાએ અમદાવાદ રેન્જ સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવતા સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે.