યુવતીને પ્રેમમાં ફસાવી પ્રેમીએ તેની જ કંપનીમાં ચોરી કરાવી

Files photo
અમદાવાદ: સોશિયલ મીડિયા પર પ્રેમ અને છેતરપિંડીના અનેક મામલાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે આ પ્રકારનો વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં પૈસા માટે સોશિયલ મીડિયા પર યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની કંપનીમાંથી મોટી રકમ પડાવી લેનારા પ્રેમીની બુધવારે કોરોનાથી રિકવર થયા બાદ ધરપકડ કરાઈ છે. આરોપી સુરેશ શાહે યુવતીને ફોસલાવીને તેની કંપનીમાંથી ચોરી કરેલા પૈસાથી એક કાર પણ ખરીદી લીધી હતી.
![]() |
![]() |
ઘટનાની વિગતો મુજબ, પીડિત કિરિટ કુલબારિયા નામની વ્યક્તિ સીટીએમ ખાતે મશીન બનાવવાની ફેક્ટરી ધરાવે છે. તેની સાથે ૨૪.૭ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. કિરિટના પૈસા છેતરપિંડીથી જે ખાતાઓમાં ટ્રાન્સફર થયા હતા, સુરેશ તેની સાથે સંબંધ ધરાવતો હતો. જોકે અઠવાડિયા પહેલા જ આ મામલે ધરપકડ થયા બાદ સુરેશનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેને કોવિડ હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો. સેટેલાઈટના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ જે.એમ યાદવના કહેવા મુજબ, સુરેશ પહેલા ફેસબુક પર કલશ શાહ નામની યુવતીનો મિત્ર બન્યો હતો. કલશ કિરિટની કંપનીમાં કામ કરતી હતી.
તપાસ અધિકારી કહે છે કે, સુરેશ અને કલશ વચ્ચે થોડા જ સમયમાં પ્રેમસંબંધ શરૂ થઈ ગયો. સાઈબરક્રાઈમ સેલના સૂત્રોએ કહ્યું કે, સુરેશ આર્થિક સંકડામણમાં હતો. આથી તેણે પૈસા ચોરી કરવા માટે કલશને તેના કંપનીના એકાઉન્ટનું એક્સેસ આપવા કહ્યું. આ પૈસાને સુરેશના સાથીદારો ઘાટલોડિયાના મુકેશ શાહ અને વિશાખા શાહ અને ઈસનપુરમાં રહેતી તેની માતા મોના શાહના ના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.