યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શરીર સુખ માણ્યું
રાજકોટ: રાજકોટમાં ફરી એકવાર શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટમાં ડોમિનોઝ પીઝામાં નોકરી કરનાર યુવતી પર મેનેજરે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. પીઝા સેન્ટરના મેનેજર મૂળ ઉત્તર પ્રદેશના મથુરા પ્રાંતનો છે. તેને એક વર્ષ સુધી યુવતીને લગ્નની લાલચ આપીને પોતાની હવસ સંતોષી હતી, પરંતુ જ્યારે લગ્નની વાત આવી ત્યારે મેનેજર યુવતીને તરછોડીને ફરાર થઈ ગયો છે.
આ ઘટનામાં ભોગ બનનાર યુવતીએ માલવિયાનગર પોલીસમાં એટ્રોસિટી હેઠળ મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દુષ્કર્મની ફરિયાદના પગલે રાજકોટ એસટીએસસી સેલના એસપીને તપાસ સોંપવામાં આવી છે. મૂળ ઉતરપ્રદેશના મથુરાના વતની ડોમિનોઝ પીઝા સેન્ટરના મેનેજર ઉમેશ શર્માનું નામ આપ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં ડોમિનોઝ પીઝામાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવનાર અને આ ઘટનામાં ભોગ બનનાર માંગરોળની યુવતી દોઢ વર્ષ અગાઉ રાજકોટ આવી હતી. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા ડોમિનોઝ પીઝામાં નોકરી મળી હતી અને ગાંધીગ્રામમાં રૂમ ભાડે રાખીને રહેતી હતી. યુવતીના પરિચયમાં પીઝા સેન્ટરના મેનેજર મૂળ યૂપીના મથુરાના વતની ઉમેશ શર્મા આવ્યો હતો. પરપ્રાંતીય ઉમેશ શર્માએ યુવતી ઉપર નઝર બગાડી હતી. યુવતીને કોઈને કોઈ કારણસર ઉમેશ પોતાની પાસે બોલાવતો હતો.
જાણવા મળી રહ્યું છે કે પીઝા સેન્ટરના મેનેજર ઉમેશ શર્માએ યુવતીને કોલ્ડ રૂમમાં બળજબરી કરી તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ જ્યારે મેનેજરને સેક્સ માટે ના પાડી તો નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી, અને જાે તે સંબંધ રાખશે તો તેની સાથે લગ્ન કરશે તેવું જણાવ્યું હતું. આખરે યુવતીએ નોકરી બચાવવા ઉમેશ શર્માના પ્રેમજાળમાં ફસાઈ હતી.
યુવતીનું છેલ્લાં એક વર્ષથી ઉમેશ શારીરિક શોષણ કરતો હતો. ડોમિનોઝ પીઝાનો મેનેજર નોકરી કરતી યુવતીને લગ્નની લાલચ આપીને એક વર્ષ સુધી યુવતીના ભાડાના મકાનમાં તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. પરંતુ એક મહિના પહેલા ઉમેશ પોતાના વતન મથુરા જવાનું કહી રાજકોટથી ગયો હતો, પરંતુ તે પાછો આવ્યો નહોતો.
યુવતી જ્યારે ઉમેશને ફોન કરતી ત્યારે તે ગોળ ગોળ જવાબ આપતો હતો અને છેવટે ઉમેશનું પોત પ્રકાશ્યું હતું. અને તેને યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ઉમેશ ત્યારબાદ બેંગ્લોર ભાગી ગયો હોવાનું બહાર આવ્યું છે. આખરે યુવતીને પોતાની સાથે છેતરાયા હોવાનો અહેસાસ થતા તેના રાજકોટમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ડોમિનોઝ પીઝાના મેનેજર ઉમેશ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.માલવિયાનગર પોલીસે એટ્રોસિટી અને દુષ્કર્મ અંગે ગુનો નોંધી વધુ તપાસ રાજકોટ એસ.ટી.એસ.સી સેલના એસીપી પટેલને સોપાઈ છે.