યુવતીને વિધર્મી યુવકે ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું
સુરત, અઠવાલાઈન્સ રોડની કૉલેજમાં સાથે અભ્યાસ કરતા યુવક સાથે યુવતીની મિત્રતા થઈ હતી. થોડા સમય પછી આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. પણ યુવતી જાણતી નહોતી કે આગળ જતા તેને આનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. વિધર્મી યુવક એક દિવસ યુવતીને વેસુ વિસ્તારમાં આવેલા યુ એન્ડ મી કાફેના કપલ બોક્સમાં લઈ ગયો હતો.
અહીં વિધર્મી યુવકે યુવતી સાથે કેટલાંક ફોટા પાડ્યા હતા. બાદમાં આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને વિધર્મી યુવકે આ જ કપલ બોક્સમાં યુવતીનો બળાત્કાર કર્યો હતો. એ પછી પણ વિધર્મી યુવકે કપલ બોક્સમાં યુવતીનો બળાત્કાર કર્યો હતો. આખરે યુવતીએ વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ કરતા ઉમરા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેસુ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની યુવતી અઠવાલાઈન્સ રોડની કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. યુવતીની સાથે જ અભ્યાસ કરતા અને રાણીતળાવના ખાટકીવાડમાં રહેતા બાદશાહ સુફિયાન મોહંમદ ફતેહ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી.
થોડા સમય બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. સાતેક મહિના પહેલાં આ વિધર્મી યુવક યુવતીને વેસુ વિસ્તારમાં આવેલી સફલ સ્ક્વેર પાસેના યુ એન્ડ મી કાફેમાં લઈ ગયો હતો.
કપલ બોક્સમાં શાંતિથી બેસીને કોફી પીવાનું કહીને વિધર્મી યુવક યુવતીને લઈ ગયો હતો. એ પછી બંનેએ સાથે ફોટા પણ પડાવ્યા હતા. બાદમાં વિધર્મી યુવકે પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. આ ફોટા યુવતીના પરિવાર અને કૉલેજના ગ્રૂપમાં વાયરલ કરવાની ધમકી આપીને વિધર્મી યુવકે કપલ બોક્સમાં જ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીનો આક્ષેપ છે કે, નવેમ્બર ૨૦૨૧થી વારંવાર આ કપલ બોક્સમાં લઈ જઈ વિધર્મી યુવકે તેનું યૌનશોષણ કર્યું હતું.
આ વાતની જાણ યુવતીના પરિવારને થતાં તેઓએ યુવક સાથે મિત્રતા તોડી નાખવાનું કહ્યું હતું. એટલે યુવતીએ વિધર્મી યુવક બાદશાહ સાથેના સંબંધ તોડી નાખ્યા હતા. પણ વિધર્મી યુવક આટલેથી અટક્યો નહી. તે યુવતીને મળવા માટે હેરાન પરેશાન કરતો હતો. તે યુવતીના ઘરની આસપાસના ફાટા પાડતો અને તેને વોટ્સએપ કરી એવું કહેતો કે તે આસપાસમાં જ છે. વિધર્મી યુવક સતત તેનો પીછો કરતો હતો. આથી કંટાળીને યુવતી ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી.
મંગળવારે વિધર્મી યુવક બાદશાહની ફરિયાદ કરવા માટે યુવતી ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. યુવતી પોલીસ ઈન્સપેક્ટર એ.એચ.રાજપૂતને મળવા માટે તેમની ચેમ્બરમાં ગઈ હતી. યુવતી પી.આઈ.ને પોતાની સાથે થતી હેરનગતિની રજૂઆત જ કરી રહી હતી અને બરાબર એ જ સમયે વિધર્મી યુવકે મળવા આવવા દબાણ કરતો મેસેજ તેને કર્યો હતો.
એટલે પોલીસે જ યુવતીને મળવા માટેનો મેસેજ કરાવ્યો હતો. પોલીસના કહેવા મુજબ, યુવતીએ વિધર્મી યુવકને બીજા દિવસે વેસુ વિસ્તારમાં મળવા માટે બોલાવ્યો હતો. જ્યારે વિધર્મી યુવક યુવતીને મળવા માટે પહોંચ્યો ત્યારે પોલીસને તેને દબોચી લીધો હતો.SS3KP