યુવતી પર હુમલાને લઈને રાધનપુર સજ્જડ બંધ રહ્યું
રાધનપુર, ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજમાં આક્રોષ છે ત્યાં જ આ મામલે છ્જીની ટીમે પણ ધુંધુકામાં ધામા નાંખ્યા છે. ત્યાં જ રાધનપુરમાં યુવતી પર હુમલાને લઇને હિન્દુ સમાજમાં રોષ જાેવા મળી રહ્યો છે. જેને પગલે રાધનપુર સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે.
આ દરમિયાન હિન્દુ સમાજ દ્વારા રાધનપુરમાં મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજ પણ આ રેલીમાં જાેડાયો હતો. જણાવી દઇએ કે, રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો.
રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માગ મામલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ મૌન રેલીમાં બનાસબેંકનાં ચેરમેન અણદાભાઇ પટેલ અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ જાેડાયા હતા.
આ સાથે ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના લોકો સહિત ૧૫ હજારથી વધુ લોકો એકઠા થયા છે. જાેકે આ દરમિયાન હજારોની સંખ્યામાં એકઠી થયેલી ભીડ બેકાબુ થતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટના અંગે શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, એક યુવાનની હત્યા કરવામાં આવે અને એક યુવતી ઉપર બળજબરી પુર્વક હુમલો કરવામાં આવે ત્યારે આ બન્ને ઘટનાને લઈ જનાક્રોશ ફૂટી નીકળ્યો છે.
ગુનેગારોને કડકમાં કડક સજા થવી જાેઇએ. વધુમાં તેમણે જણાવ્યું કે, એક ટીમ બનાવીને સાર્વજનીક રીતે રાજ્યના ગૃહમંત્રીને ફરી એક વખત મળવાની છીએ અને એક ઉદાહરણ રૂપ સજા થાય તેવી માંગ કરીશું. જાેકે આ ઘટના અંગે પાટણના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, યુવતી અને હુમલાખોર આરોપી ઘણા સમયથી પરિચયમાં હતા અને એકતરફી પ્રેમ પ્રકરણ કે પૈસાની લેતીદેતીમાં આ હુમલો કરાયો હોય શકે છે.SSS