યુવતી ફેસબુક પર નકલી વિકી કૌશલના ચક્કરમાં ફસાઈ હતી
મુંબઈ, બોલિવુડ એક્ટર વિકી કૌશલ પાછળ લાખો યુવતીઓ ફિદા છે. સોશિયલ મીડિયા પર પણ તેનો ચાહક વર્ગ ઘણો મોટો છે. જ્યારે તેણે કેટરીના કૈફ સાથે લગ્ન કર્યા ત્યારે તે લાખો-કરોડો ફેન્સના દિલ તૂટી ગયા હતા. પરંતુ શું તમે જાણો છો કે, લગ્ન પહેલા એક ફેન વિકી કૌશલના ઘરે પહોંચી ગઈ હતી.
વિકી કૌશલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મારા ઘર પર હું અને મારા માતા-પિતા હતા. અચાનક બેલ વાગી. મારા મમ્મી દરવાજાે ખોલવા માટે ગયા હતા. દરવાજા પર એક યુવતી હતી. મમ્મીને લાગ્યું કે, તે મારી કોઈ ફ્રેન્ડ હશે, જેના વિશે જણાવવાનું હું ભૂલી ગયો હોઈશ. પરંતુ મારા માતા-પિતાને ત્યારે અજીબ લાગ્યું જ્યારે તેણે કહ્યું કે, તેની અને મારી મુલાકાત ફેસબુક પર થઈ હતી.
અને મેં જ તેને ઘર પર મળવા માટે બોલાવી છે. વિકી કૌશલે આગળ કહ્યું હતું કે, હું ફેસબુક પર નથી, આ વાતની જાણ મારા પરિવારને નથી. જે બાદ તેમણે છોકરીની પૂછપરછ કરી ત્યારે જાણ થઈ કે તેણે ફેસબુક પર મારા કોઈ ફેક પ્રોફાઈલવાળા વ્યક્તિ સાથે વાત કરી હતી, એક્ટરે કહ્યુ હતું કે, જે પણ થયું તે ક્રેઝી હતું. જણાવી દઈએ કે, દોઢ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ કેટરીના કૈફ અને વિકી કૌશલે ૯મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ લગ્ન કર્યા હતા.
રાજસ્થાનના ૭૦૦ વર્ષ જૂના સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડામાં કપલે શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં ૧૨૦ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં પરિવારજનો અને ખાસ મિત્રોનો સમાવેશ થતો હતો. કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન અંગે ઘણા સમયથી અટકળો વહેતી હતી. પરંતુ બંનેમાથી કોઈએ આ વાત સ્વીકારી નહોતી. કપલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી.SSS