Western Times News

Gujarati News

યુવતી સાથે થિયેટરમાં ફિલ્મ જોવા ગયેલા યુવકનું અપહરણ

અમદાવાદ, શહેરના વાસણા વિસ્તારમાં ૨૫ મેના રોજ એક યુવકનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી હતી. જાેકે, ઘટનાની જાણ થતાં જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી યુવકને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવા કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે યુવકના મિત્રોની પૂછપરછ અને ઝ્રઝ્ર્‌ફને આધારે ગણતરીની કલાકોમાં જ યુવકને છોડાવ્યો હતો. પોલીસે યુવકની પૂછપરછ કરતાં તેના અપહરણનું કારણ સાંભળી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ તપાસમાં એવી વિગતો ખુલી છે કે અપહરણ કરનાર આરોપીઓને પીડિત સાથે કોઈ અંગત અદાવત ન હતી. આ ઉપરાંત અપહરણ કરવાનો અગાઉથી કોઈ પ્લાન પણ ઘડ્યો ન હતો. આરોપીઓએ યુવક અને યુવતી અલગ અલગ ધર્મના લાગતા યુવકનું અપહરણ કરી લીધું હતું.

અમદાવાદના વાસણા વિસ્તારમાંથી ૨૫મી મેના રોજ એક યુવક ફિલ્મ જાેવા ગયો હતો, જ્યાં તેની મિત્ર પણ તેના મામાના દીકરાઓ સાથે ફિલ્મ જાેવા આવી હતી. યુવક અને યુવતી બંને એકબીજાના પરિચયમાં હતા. યુવતી તેના ભાઈઓ સાથે ફિલ્મ જાેવા જવાની છે તેની જાણ યુવકને કરી હતી અને યુવકને પણ ફિલ્મ જાેવા બોલાવ્યો હતો.

ફિલ્મ જાેઈને બંને સિનેમાઘરની બહાર નીકળતા જ ચાર જેટલા અજાણ્યા લોકોએ યુવકનું અપહરણ કરી વેરાન સ્થળ પર લઈ જઈને માર માર્યો હતો. એટલું જ નહીં, યુવકનો મોબાઈલ ફોન પણ પડાવી લીધો હતો.

યુવકના અપહરણની જાણ તેના મિત્રને થતાં તેણે પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી યુવકને છોડાવ્યો હતો. પોલીસે યુવકને અપહરણનું કારણ પૂછતાં તેના જવાબમાં યુવકે ચોંકાવનારી હકીકતો જણાવી હતી.

યુવકની પોલીસે પૂછપરછ કરતા કેટલિક હકીકત જાણવા મળી કે યુવક અને યુવતી સોશિયલ મીડિયા થકી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. યુવક અને યુવતી જ્યારે ફિલ્મ જાેઈને બહાર નીકળ્યા ત્યારે ફિલ્મમાં તેની આસપાસ બેઠેલા ચાર લોકોએ યુવકને અલગ લઈ ગયા હતા અને યુવતી કોણ છે તે અંગે પૂછપરછ કરવા લાગ્યા અને યુવતીને પણ તેનું નામ સહિત વિગતો પૂછપરછ કરવા લાગ્યા હતા.

જે બાદમાં યુવક અને યુવતી બંને અલગ અલગ ધર્મના જણાતા યુવકનું અપહરણ કરી તેને ગોંધી રાખ્યો હતો અને નારોલ વિસ્તારમાં જઈને તેને મુક્ત કર્યો હતો. જાેકે, અજાણ્યા લોકોએ યુવકનું અપહરણ કરતાં યુવતીએ યુવકનાં બે મિત્રોને જાણ કરી હતી. ફિલ્મ જાેવા આવેલા આસિફ સંધી, મુઝબીન શેખ, અનશ અજમેરી, અને ઇમરાન લંઘા નામના આ ચાર લોકો યુવક યુવતીની આસપાસ બેઠા હતા અને યુવતીનાં પહેરવેશ પરથી તેણે યુવક યુવતી બંને અલગ અલગ ધર્મના હોવાનું અનુમાન લગાવી લીધું હતું.

જે બાદમાં ચારેયએ ફિલ્મ જાેઈને બહાર નીકળી યુવકનું અપહરણ કરી માર માર્યા હતો. પોલીસે થિયેટરનાં CCTVને આધારે આરોપીઓની ધરપકડ કરી છે.

યુવતી સાથે અલગ ધર્મનો મિત્ર હોવાને કારણે આ અજાણ્યા લોકોએ યુવકનું અપહરણ કર્યું હતું. પોલીસની પૂછપરછમાં કોઈ અંગત અદાવત પણ નહીં હોવાનું અથવા અગાઉથી પણ કોઈ પ્લાન નહીં હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે અપહરણ કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.